: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૭ :
દેવ – ગુરુને નિરંતર સેવવામાં આવવા છતાં, શિષ્યના જ્ઞાનપરિણામના દાતા
તે દેવ – ગુરુ થઈ શકતા નથી. શિષ્યનો આત્મા પોતે જ પોતાના પરિણામસ્વભાવ
વડે પોતાના જ્ઞાનપરિણામે ઊપજે છે; કોઈ બીજો તેનો દાતા નથી, કર્તા નથી. અજ્ઞાની
જે પોતે જ્ઞાનપરિણામરૂપે નથી ઊપજતો, તે ભલે ગમે તેટલો વખત દેવ–ગુરુને સેવે
તોપણ દેવ–ગુરુ તેને જ્ઞાનના દાતા થઈ શકતા નથી. જીવ પોતે જ્ઞાનપરિણમે સ્વયં
પરિણમે ત્યારે જ તે જ્ઞાની થાય છે.
હવે ત્રિકાળી દ્રવ્યમાં પર સાથે નિમિત્ત – નૈમિત્તિકપણું પણ નથી. જો ત્રિકાળી
દ્રવ્ય નિમિત્તપણે હોય તો તે કદી છૂટે નહિ, સદાય નિમિત્તપણે રહ્યા કરે એટલે તે
સ્વભાવ થઈ જાય. – તો તો જીવને કર્મનું નિમિત્તપણું કદી છૂટે નહિ એટલે દ્રવ્યમાં
પરનું નિમિત્તપણું માનનાર જીવને કદી સંસારથી છૂટકારો થતો નથી, કેમકે તને
પરસન્મુખતા છોડીને સ્વસન્મુખ થવાનો અવકાશ જ ન રહ્યો.
હવે પર્યાયની વાત; પર્યાયમાં પણ યોગ અને ઉપયોગ (રાગાદિ અશુદ્ધભાવો)
જ કર્મનાં નિમિત્ત છે; તે અશુદ્ધ યોગ– ઉપયોગ ક્ષણિક છે, તે ત્રિકાળ નથી. અને તે
ક્ષણિક અશુદ્ધ યોગ – ઉપયોગનું કર્તત્વ અજ્ઞાનીને છે, જ્ઞાનીને તેનું કર્તૃત્વ નથી. માટે
અજ્ઞાનીના જ યોગ અને રાગાદિભાવો કર્મનાં નિમિત્ત છે; ધર્મીને તો યોગ અને
રાગાદિભાવો પોતામાં છે જ નહિ, તેને તો જ્ઞાન– આનંદસ્વરૂપ પોતાનો ભાવ છે, તેનો
જ તે કર્તા છે; રાગાદિભાવો તો તેના જ્ઞાનથી જુદા પરજ્ઞેયમાં જાય છે.
અજ્ઞાની અજ્ઞાનભાવે પણ માત્ર રાગાદિનો કર્તા થાય છે; પરની અવસ્થાને તે
કરતો નથી; પર સાથે નિમિત્તપણું તેના રાગાદિમાં છે, પણ તે પરમાં તન્મય થઈને
તેને કરતો નથી. અજ્ઞાન છૂટતાં નિમિત્તકર્તાપણું પણ રહેતું નથી.
ધર્મીને પોતાની જ્ઞાનચેતનામાં રાગાદિ કે પર ચીજો જ્ઞેયપણે નિમિત્ત છે. પોતે
તો તેનો કર્તાપણે નિમિત્ત નથી. પણ ઊલ્ટું તેઓ જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન તેને જાણે
છે કે આ કાળે આવા યોગ – ઉપયોગ જ્ઞાનથી ભિન્નપણે વર્તે છે, ને પરનાં કાર્ય પરમાં
વર્તે છે. મારી જ્ઞાનપરિણતિ મારામાં વર્તે છે. પર સાથે કે રાગાદિ સાથે તેનો સંબંધ
નથી. – આમ જ્ઞાનીની પરિણતિ તો ઊંડે ઊંડે અંદર આત્મામાં ઊતરી ગઈ છે, તેમાં
બહારનું નિમિત્તપણું પણ નથી.
સામે વસ્તુમાં કાર્ય તો થાય જ છે – તે તેનું ઉપાદાન છે. અહીં જ્ઞાની પોતાના
ઉપાદાનથી જ્ઞાનભાવરૂપે પરિણમ્યો, તેને તો પર સાથે નિમિત્તકર્તાનો આરોપ પણ ન
રહ્યો. કર્તાનો આરોપ કોને આવે? કે પોતામાં રાગાદિ, અશુદ્ધભાવને ઉપાદાનપણે જે