Atmadharma magazine - Ank 350
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 41

background image
: ૮ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
કરે છે તે જ બીજાનો નિમિત્તકર્તા છે, એટલે અજ્ઞાનીનો અશુદ્ધભાવ જ પરના
કાર્યમાં નિમિત્ત છે. ધર્મીને પોતાના ઉપાદાનમાં રાગાદિ તો છે નહિ, તેને તો શુદ્ધ
જ્ઞાનભાવનું જ કર્તૃત્વ છે, તેથી પરના કાર્યમાં નિમિત્તણાનો આરોપ પણ તેને
આવતો નથી..
*
પરિણામ – પરિણામીભાવથી પર સાથે કર્તાપણું તો બધામાંથી કાઢી નાંખ્યું.
પરિણામ – પરિણામીભાવથી કર્તાપણું એક સ્વદ્રવ્યમાં જ હોય છે.
હવે નિમિત્ત – નૈમિત્તિકભાવમાં ત્રણ પડખાં –
* ત્રિકાળી સ્વભાવમાં પર સાથેનું નિમિત્તકર્તાપણું પણ કોઈ જીવને નથી.
* જ્ઞાનીને જ્ઞાનમયભાવમાં પર સાથે નિમિત્તકર્તાપણું નથી.
* પર સાથે નિમિત્તકર્તાપણું માત્ર અશુદ્ધ યોગ તથા રાગાદિભાવોમાં છે; તે અશુદ્ધ
ભાવનું ક્ષણિક કર્તાપણું અજ્ઞાનીને અજ્ઞાનભાવમાં છે; તેથી તે અજ્ઞાનીના જ
ક્ષણિક યોગ –રાગાદિ અશુદ્ધભાવોમાં જ પર સાથે નિમિત્તકર્તાપણું છે.
જ્યાં ભેદજ્ઞાન થયું, પરથી ભિન્ન આત્મા જાણ્યો અને રાગાદિ અશુદ્ધભાવોથી
પણ ભિન્ન જ્ઞાનાનંદસ્વભાવ જાણ્યો ત્યાં અજ્ઞાનજનિત તે નિમિત્તકર્તાપણું પણ છૂટી
જાય છે; ને નિર્મળ જ્ઞાનાદિ શુદ્ધભાવનું જ કર્તાપણું રહે છે.
જુઓ ભાઈ, આ વાત સમજી શકાય તેવી છે. જો સમજી ન શકાય તો સમ્યગ્દર્શન
કેમ થાય? માટે પોતાનું સ્વરૂપ સમજવાનો ઉદ્યમ કરવો. એક જ્ઞાની; એક અજ્ઞાની; બંને
હાથમાં તલવાર લઈને લડતા દેખાય.... ત્યાં તે વખતે ખરેખર જ્ઞાની પોતાના
જ્ઞાનભાવરૂપે જ પરિણમતો થકો તન્મયપણે તેને જ કરે છે, તે વખતના ક્રોધાદિનું કે
કંપનનું કર્તાપણું તેના જ્ઞાનમાં નથી, ને તલવારનું નિમિત્તકર્તાપણું પણ તેના જ્ઞાનમાં
નથી. તે જ વખતે અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવને ભુલીને, અજ્ઞાનથી ક્ષણિકક્રોધાદિ
ભાવોને તન્મયપણે કરે છે, ને તલવારની ક્રિયામાં તેને નિમિત્તકર્તાપણું છે. જુઓ,
બહારમાં સરખું લાગે પણ જ્ઞાની ને અજ્ઞાનીના અંતરમાં કેટલો તફાવત છે!
જ્ઞાની તો તે જ સમયે પોતાના જ્ઞાનભાવને તલવારથી ને ક્રોધાદિથી અત્યંત જુદો
અનુભવતો થકો મોક્ષમાર્ગમાં ચાલી રહ્યો છે; ને અજ્ઞાની તો તે વખતે પોતાને ક્રોધરૂપે જ
તથા તલવારના કર્તારૂપે જ અનુભવતો થકો, અજ્ઞાનભાવને જ કરતો થકો સંસારમાર્ગમાં
જ ઊભો છે. જ્ઞાનભાવ અને અજ્ઞાનભાવની ભિન્નતાને જ્ઞાની જ ઓળખે છે, તે જ્ઞાની
રાગાદિ અજ્ઞાનભાવોનો કર્તા થતો નથી કે પરનો નિમિત્તકર્તા પણ તે નથી.