અંક ૩૪૮ માં આપે વાંચ્યા; આ ત્રીજો નિબંધ સંશોધનસહિત રજુ થાય
છે. આ નિબંધોદ્વારા સમ્યક્ત્વભાવનાનું ઘોલન કરતાં દરેક જિજ્ઞાસુને
પ્રસન્નતા થશે આ નિબંધ લખનાર છે
જીવને કોઈ આત્મજ્ઞાની સંત – ગુરુનો સમાગમ પ્રાપ્ત થાય તો તે ખરેખર સોનામાં સુગંધ
મળવા જેવો ઉત્તમ યોગ થાય. ત્યારબાદ આવા સત્સમાગમ દ્વારા સીંચાતા ધર્મ સંસ્કારથી
જીવને એમ થાય કે અરે! આ મનુષ્યગતિ અને ઉત્તમ જૈન ધર્મનો સુયોગ મળ્યો તેનો
સદુપયોગ જો આત્મહિતાર્થે નહિ કરી લઉં તો આ દેહનાં રજકણો છૂટા પડીને પવનમાં
ઊડતી રેતીની માફક વીંખાઈ જશે. – પછી ફરીને આવો મનુષ્યઅવતાર કોણ જાણે ક્્યારે
રહે, અને દુઃખી થઈને ચોરાશીના ફેરામાં રખડવું પડશે. માટે હે જીવ! તૂં ચેત! અને
સાવધાન થા!! તારા સમજણ કરવાનાં ટાણાં આવી પહોંચ્યા છે. પ્રમાદ તજ અને
મિથ્યાત્વરૂપી ભ્રમને ભાંગીને આત્માને ઓળખ.
કુટુંબ – સગાંસબંધી વગેરે બધું તેને પારકું લાગે છે, અને સત્યસમાગમ તથા
વૈરાગ્યપ્રેરક પ્રસંગો તેને વિશેષ ગમે છે. તેને ક્ષણે ક્ષણે એમ થતું હોય છે કે હું શું કરૂં!
ક્્યાં જાઉં? કોનું શરણું શોધું કે જેથી મને શાંતિ થાય; કોનો સત્સંગ કરું કે જેથી