Atmadharma magazine - Ank 350
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 41

background image
: ૧૦ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
– એમ વિવેકપૂર્વક અંદરમાં શાંતભાવે વિચાર કરે છે. તથા તે સમજવા ગુરુ
વચનનું શ્રવણ – મનન, સ્વાધ્યાય કરે છે; સંસારથી ચિત્તને પાછું વાળી દેવ – ગુરુની
ભક્તિમાં લીન કરે છે; પુરુષાર્થને દ્રઢ કરવા પોતાની વૃત્તિઓને આમતેમ રખડતી
રોકીને આત્મવિચારમાં જોડવા મથે છે.
અંતરનો માર્ગ શોધવા જ્ઞાની – ગુરુ પાસે જઈ પોતાના દીલની વેદના ઠાલવે
છે, અને ચૈતન્યના હિતની રીત સમજવા માટેની ઝંખનાપૂર્વક પ્રશ્ન પૂછી, પોતાના
મનનું સમાધાન શોધવા તત્પર થાય છે. તે અત્યંત આર્દભાવે શ્રી ગુરુને વિનંતિ કરે
છે કે: હે પ્રભો! આ સંસારભ્રમણથી હવે હું થાકયો છું, સંસારસુખ મને વ્હાલું નથી;
સંસારથી છૂટીને મારો આત્મા પરમસુખને પામે એવો ઉપાય કૃપા કરીને મને બતાવો.
સંસારનાં સુખ– દુઃખનાં વમળમાં ભટકતો મારો જીવ હવે થાક્્યો છે. તો હવે સાચું
સુખ ક્્યાંથી મળે? એવું પરમ તત્ત્વ મને બતાવો. આમ અંતરની જિજ્ઞાસા પૂર્વક ગુરુ
પાસેથી સ્વ–પરની ભિન્નતાનું સ્વરૂપ સાંભળતા – સાંભળતાં તેને વધારે વિચારવાનું
મન થાય છે; જેમ જેમ વિચાર કરે છે તેમ તેમ ઊંડાણમાં તે વાત તેને રુચતી જાય છે,
અને ગુરુવચનમાં દ્રઢતાપૂર્વક આસ્થા થાય છે; અંતે તત્ત્વપ્રતીતિ થાય છે અને કોઈ
અદ્ભુત ચમત્કારિક ચૈતન્યતત્ત્વ તેને કંઈક લક્ષગત થાય છે, પછી તેમાં જ વધારે ઊંડો
ઊતરીને તે તેના મનન–ચિંતનમાં મશગુલ બને છે; – સ્વ–પરનો અત્યંત ભેદ લક્ષમાં
લઈ રાગરહિત, શુદ્ધ આત્મદ્રવ્ય કેવું હોય તે વિચારે છે. આવી વિચાર ધારાથી, તેને
પહેલાંં જે અશાંતિ અને આકુળતા હતી તે હવે કંઈક ઓછી થતાં તેના પુરુષાર્થને વેગ
મળે છે, અને વિશ્વાસ જાગે છે કે આ જ માર્ગે મને આત્માની શાંતિ મળશે. – પછી
પુરુષાર્થની સ્વસન્મુખ ગતિને વેગ આપે તેમ સંસારથી વિરક્તતા – પ્રેરક બાર
ભાવના વિચારે છે. પુણ્ય – પાપની શુભાશુભલાગણીઓ, તેને આકુળતા સમજીને
તેનાથી પાર ચૈતન્યમાં ચિત્ત જોડવા મથે છે, જેમ જેમ મથે છે તેમ તેમ તેની મુંઝવણ
મટતી જાય છે ને આત્માનો ચિતાર સ્પષ્ટ થતો જાય છે.
વ્યવહારના પ્રસંગોથી અલગ રહી, અંદર જ્ઞાન અને રાગની ભિન્નતાને
અનુભવવા વારંવાર પ્રયત્ન કરે છે. હર્ષ – શોકના બાહ્ય પ્રસંગોમાં આજ સુધી તીવ્ર
ગતિએ જતી વૃત્તિઓ હવે શમવા માંડે છે, અને વિચારની દિશા વારંવાર ચૈતન્ય