Atmadharma magazine - Ank 350
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 41

background image
: માગશર : ૨૪૯૯ આત્મધર્મ : ૧૭ :
સ્પષ્ટ જુદો જણાય છે. રાગ વગરનો એ ચૈતન્યસ્વાદ અત્યંત મધુર અને જગતના બીજા
બધા રસોથી જુદી જાતનો છે. આનંદપર્યાયસહિતના દ્રવ્યમાં વ્યાપેલો આત્મા તે હું છું
એમ ધર્મીજીવ અનુભવે છે. વિકલ્પો બધા તે અનુભૂતિથી જુદા રહી જાય છે, તે વિકલ્પો
વડે આત્મા પમાતો નથી. આત્મસન્મુખ જીવ ચેતનસ્વાદના અનુભવમાં રાગને ભેળવતો
નથી, તે આત્માને સ્વરસમાં જ રાખે છે, અને પર્યાય પણ તેવી જ થઈને પરિણમી રહે છે.
મોહ જરાપણ મારો નથી, હું તો દ્રવ્યમાં તેમ જ પર્યાયમાં સર્વત્ર એક ચૈતન્યરસથી ભરેલો
છું; સર્વપ્રદેશે શુદ્ધ ચૈતન્યપ્રકાશનો નિધાન છું – એમ તે અનુભવે છે.
આવા ચૈતન્યસ્વભાવને સ્વીકારનારાં શ્રદ્ધા–જ્ઞાન તે રાગાદિ પરભાવોથી જુદા
ને જુદાં જ રહે છે અને તે અંદરના આનંદ અને અનંતગુણની નિર્મળ પરિણતિ સાથે
એક રસપણે પરિણમે છે. અનંતગુણના સ્વાદથી એકરસ ભરેલો ચૈતન્યરસ ધર્મીને
અનુભવમાં સ્વાદમાં આવે છે. સ્ત્રી – પુત્ર, માન – અપમાન વગેરે સંબંધી અનેક
પ્રકારનાં દુઃખોથી અને રાગ–દ્વેષથી છૂટવા માટે આવા આત્માની ભાવના જ એક
અપૂર્વ ઔષધ છે.
દુઃખથી છૂટવા ને સુખ પામવા આત્મસ્વભાવની આરાધના એ મુમુક્ષુજીવનું ધ્યેય
છે. તે ધ્યેયની સફળતા માટે આરાધક–ધર્માત્માઓનો સત્સમાગમ કરીને તે પોતાની
આત્માર્થિતાને પુષ્ટ કરે છે. એવા આરાધક જીવોનો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે
કેમ કે જગતના જીવોમાં આરાધક જીવો અનંતમા ભાગના જ છે – આમ છતાં, આત્માને
સાધવા માટે જાગેલા મુમુક્ષુને કોઈને કોઈ પ્રકારે તેનો માર્ગ બતાવનારા જ્ઞાની મળી જાય
છે. રાગાદિથી ભિન્ન જ્ઞાનચેતનારૂપે પરિણમેલા જ્ઞાનીને ઓળખીને તે તેનો સમાગમ કરે
છે, ને તે જ્ઞાનીના જ્ઞાનભાવોની ઓળખાણ થતાં તે આત્માર્થીજીવનાં પરિણામ
આત્મસ્વભાવ તરફ ઝૂકે છે; તેની આત્માર્થિતા પુષ્ટ થાય છે ને રાગનો રસ તૂટતો જાય
છે. એમ થતાં કદી નહિ અનુભવાયેલી એવી અપૂર્વ આત્મશાંતિના ભાવો તેને પોતામાં
જાગે છે. જ્ઞાનીના સાચા સમાગમનું આવું ફળ જરૂર આવે જ છે.
આત્માર્થી જીવને મોંઘા સત્સમાગમની પ્રાપ્તિનો અને આત્માર્થની પુષ્ટિ કરીને
શાંતિના વેદનનો આ સોનેરી અવસર છે. તેને એમ થાય છે કે હવે મારું કામ એક જ
છે કે બધામાંથી રસ છોડીને, સમયેસમયે સ્વની સંભાળ કરીને, બધા પ્રકારથી
આત્મવસ્તુનો મહિમા ઘૂંટીઘૂંટીને રાગથી જુદા ચૈતન્યભાવનું અંતરવેદન કરવું. તે
વિચારે છે કે હવે હું મારા પ્રયત્નમાં ઊંડો ઊતરીશ; મારો આત્મા જ આનંદનો
મહાસાગર છે તેમાં ડુબકી મારીને તેના એક ટીપાંનોં સ્વાદ લેતાં પણ રાગાદિ સમસ્ત
પરભાવનો સ્વાદ છૂટીને