ભેદજ્ઞાનશક્તિ ઊઘડી જા્રય છે; ત્યારે તે જ્ઞાનીધર્માત્મા એમ જાણે છે કે અહા, આવો
ચૈતન્યરસ પૂર્વે કદી મેં ચાખ્યો ન હતો; આ અપૂર્વ ચૈતન્યસ્વાદપણે અનાદિઅનંત
નિરંતર મારો આત્મા અનુભવાય છે; આવા ચૈતન્યરસમાં અતીન્દ્રિય આનંદ ભર્યો છે;
આ સ્વાદ પાસે રાગાદિ બધા ભાવો બેસ્વાદ છે, મારા ચૈતન્યસ્વાદમાં પરભાવનો કોઈ
સ્વાદ નથી. વિષયોનો અશુભસ્વાદ, કે ભક્તિ વગેરે શુભરાગનો સ્વાદ, તે બધાયની
જાતથી મારો ચૈતન્યરસ જુદી જ જાતનો છે. આવા ચૈતન્યરસ સાથે કષાયરસનું
એકપણું માનવું તે તો અજ્ઞાનથી જ છે. જ્ઞાનીને પોતાના જ્ઞાનરસમાં કોઈપણ પ્રકારના
રાગની એકતા ભાસતી નથી, રાગથી જુદી ને જુદી જ્ઞાનરસની ધારા તેના અંતરમાં
નિરંતર વહે છે. અનંત અતીન્દ્રિય આનંદનો ખજાનો અંતરમાં ભેદજ્ઞાનવડે તેને ખૂલી
ગયો છે. તે ઠાંસોઠાંસ ભરેલા ચૈતન્યના આનંદમાં હવે કોઈ સૂક્ષ્મ વિકલ્પ પણ સમાય
નહીં. નિરંતર એક સહજ જ્ઞાન જ હું છું, કૃત્રિમ ક્રોધાદિ કષાયભાવો તે હું નથી – એમ
ધર્મી અનુભવે છે. ‘ક્રોધ – રાગાદિ હું છું’ એવી આત્મબુદ્ધિ તે જરાપણ કરતો નથી.
થઈને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યા.
કરી નાંખ્યા, અહા, ક્યાં ચૈતન્યની શાંતિ! ને ક્યાં ક્રોધાદિની આકુળતા!! તેને
એકમેકપણે જ્ઞાની કેમ અનુભવે? ચૈતન્યની શાંતિમાં કષાયનો અગ્નિકણ કેમ સમાય?
– આવું સ્પષ્ટ ભિન્નપણું ભેદજ્ઞાનવડે અનુભવમાં આવે ત્યારે જીવ જ્ઞાની થયો કહેવાય,
અને તે જ્ઞાની આનંદમય જ્ઞાનચેતનારૂપ વિધાનઘનપણે જ વર્તતો થકો, રાગાદિ સર્વે
પરભાવોનો અત્યંત અકર્તા જ છે. આ રીતે અત્યંત મધુર ચૈતન્યરસના સ્વાદથી
ભરેલા ભેદજ્ઞાન વડે જ રાગાદિના કર્તાપણાનો નાશ થાય છે –એ વાત સિદ્ધ થઈ
અહો, આત્મામાં ભરેલો આવો સરસ ચૈતન્યસ્વાદ, તેની મીઠાસની શી વાત!
ભેદજ્ઞાનવડે હે જીવ! તું તારા ચૈતન્યરસને એકવાર ચાખ તો ખરો. તને તારો આખો
આત્મા પરમ અતીન્દ્રિય આનંદરૂપે અનુભવાશે.