છે. ભાઈ, તારું સ્વરૂપ કેવું છે તેનો તું વિચાર તો કર. તો
તને ખ્યાલમાં આવશે કે આમાં પરનું કર્તુત્વ કોઈ રીતે
સમાઈ શકે તેમ નથી. અરે, વિકારનું કર્તૃત્વ પણ જેમાં ન
સમાય તેમાં પરના કર્તૃત્વની તો વાત જ કેવી?
વસ્તુસ્વરૂપની સ્વતંત્રતા અને પરથી ભિન્નતા સમજ્યા
વગર એકકેય વાત સાચી સમજાય નહીં.
યોગઉપયોગથી જુદી છે એટલે જ્ઞાની તો નિમિત્તપણે પણ કર્મનો કર્તા નથી. અશુદ્ધ
રાગાદિભાવોનો કર્તા અજ્ઞાની થાય છે, પણ પરદ્રવ્યનો કર્તા તો કોઈ આત્મા નથી
જ્ઞાનભાવ કે અજ્ઞાનભાવે પરનું કર્તૃત્વ કોઈને નથી. અજ્ઞાનભાવમાં પોતાના રાગાદિ
વિકારનું કર્તાપણું છે, ને જ્ઞાનભાવમાં વિકાર રહિત પોતાના શુદ્ધભાવનું જ કર્તાપણું છે.
હોય ત્યાં જ કર્તા – કર્મપણું હોય. કર્તા પોતે પોતાના કાર્યમાં પ્રસરીને તે રૂપે થાય
છે. માટીના રજકણ પોતે ઘડારૂપ કાર્યમાં પ્રસરીને તે – રૂપ થાય છે તેથી તે તેનો
કર્તા છે. પણ જો કુંભાર તેને કરે તો તે કુંભાર પોતે ઘડારૂપ થઈ જાય, એટલે
કુંભારનું અસ્તિત્વ જ