Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 45

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૭ :
જેટલો વીતરાગ – અકષાય – શાંતરસ તેટલો આત્મા; આવો વસ્તુનો સ્વભાવ
છે, ને આ જ જૈનધર્મ છે. જૈનધર્મ એ કાંઈ વાડો કે કૂળ નથી, એ તો વસ્તુનો સ્વભાવ
છે. શાંત – ચૈતન્યસ્વભાવ આત્મા છે તેના આશ્રયે જે અકષાય – વીતરાગદશા પ્રગટી
તેનું નામ જૈનધર્મ, ને તે મોક્ષનો માર્ગ. આ આત્મા, અને આ રાગ એમ બંનેનું જ્ઞાન
ધર્મીને વર્તે છે; બે ભાવ જુદા છે તેને બે–પણે જાણે તો જ સાચું જ્ઞાન છે. જે રાગ અને
જ્ઞાનને ભિન્ન જાણે તે રાગનો કર્તા થાય નહીં. અને જે રાગનો કર્તા થઈને રોકાણો છે
તે જીવ જ્ઞાન અને રાગની ભિન્નતાને જાણતો નથી. રાગથી જુદો ચૈતન્યભાવ ધર્મીને
દ્રષ્ટિમાં તરવરે છે; ત્યાં રાગના વેદનને તે ચૈતન્યથી જુદું જાણે છે; એટલે પોતે
ચૈતન્યસ્વભાવપણે જ રહેતો થકો રાગાદિ ભાવોનો જાણનાર જ રહે છે – પણ કર્તા થતો
નથી. માટે જે જ્ઞાતા છે તે કર્તા નથી.
અહો, જ્ઞાનીના મારગડા જગતથી જુદા છે. એનાં માપ બહારથી આવે તેવા
નથી. વિકલ્પવાળો જીવ ધર્મીની અંતરની નિર્વિકલ્પ ચૈતન્યપ્રતીતનું માપ કરી શકે તેમ
નથી. ધર્મીએ સ્વસંવેદન વડે ચૈતન્યના નિધાન ખોલીને જે જ્ઞાનપર્યાય પ્રગટ કરી, તે
જ્ઞાન રાગાદિને પણ જાણે જ છે – પણ રાગરૂપે થઈને તેને કરતું નથી. રાગને જાણતાં
જ્ઞાન તો જ્ઞાનરૂપે જ રહે છે, ને પોતે જ્ઞાનરૂપે જે પોતાને અનુભવે છે. આનું નામ
ધર્માત્માની ‘જ્ઞપ્તિક્રિયા’ છે. – તે ધર્મ છે.
જ્ઞાનમાં રાગનો કણ સમાય નહીં, ત્યાં બહારનાં બીજા કામની શી વાત? સ્વમાં
પરની નાસ્તિ છે, તેમ જ્ઞાનમાં રાગની નાસ્તિ છે, જીવનો ચેતનસ્વભાવ; રાગનો કણ
પણ જીવનો નથી. – અંદર ભગવાનના દરવાજામાં પેસવાનો આ માર્ગ છે. અહો, આવો
સુંદર અંદરનો માર્ગ! તેની કોઈ પશુ જેવા અજ્ઞાની જનો નિંદા કરે તોપણ હે જીવ! તે
સાંભળીને તું ખેદખિન્ન થઈશ મા... ને આવા સુંદર માર્ગને છોડીશ નહીં. તું તારા
અંતરમાં આવા માર્ગને સાધી લેજે. અરે, રાગનો જ અનુભવ કરનારા, રાગને જ
ખાનારા પશુ જેવા જીવો આવા વીતરાગમાર્ગને ક્્યાંથી જાણે? એટલે એવા જીવો નિંદા
કરે તોપણ તું આવા અપૂર્વ માર્ગને ભક્તિથી આદરજે. અંદર ચૈતન્ય પરમેશ્વર બિરાજે
છે; દરેક આત્મા પરમેશ્વરસ્વરૂપ છે; પણ તેનું ભાન નથી, અભ્યાસ નથી એટલે રાગના
કર્તૃત્વમાં રોકાઈ ગયા છે. ધર્મી તો જ્ઞાનસ્વભાવને અનુભવતો થકો કેવળ જાણનાર છે.
સમ્યગદ્રષ્ટિની પદવી કોઈ અલૌકિક છે, તેની કિંમતની જગતને ખબર નથી. અને
સમ્યગ્દ્રર્શન પછી ચારિત્રદશાના મહિમાની તો શી વાત? ચારિત્ર