Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 45

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૯ :
ચૈતન્યભાવને વિકલ્પ સાથે કર્તાકર્મપણું નથી
ધર્માત્મા સમસ્ત રાગ–વિકલ્પોથી ભિન્ન એવા
ચૈતન્યભાવરૂપ થઈને પોતાને ચૈતન્યભાવરૂપે જ અનુભવે છે.
રાગથી ભિન્ન એવા તે ચૈતન્યભાવને રાગાદિ સાથે કાંઈ સંબંધ
રહ્યો નથી. જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નાતાના આવા
ભાનપૂર્વક ધર્મીજીવ પોતામાં અપાર સમયસારને અનુભવે છે –
તેનું આનંદકારી વર્ણન છે.... અનુભૂતિનાં ગંભીર રહસ્યોને તે
પ્રસિદ્ધ કરે છે.
આ સમ્યગ્દ્રર્શનનો અધિકાર છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ આત્માને કેવો અનુભવે છે તે
અહીં બતાવે છે. ૧૪૪ મી ગાથા પહેલાંંનો કળશ ૯૨ મો વંચાય છે.
આત્મા ચિત્સ્વભાવ છે; તેના ઉત્પાદ–વ્યય–ધ્રુવ ત્રણે ચિત્સ્વભાવથી જ થાય છે.
ચિત્સ્વભાવવડે જ ઉત્પાદ–વ્યય–ધ્રુવ કરાય છે, એટલે ચૈતન્યના ઉત્પાદમાં – વ્યયમાં કે
ધ્રુવમાં ક્્યાંય પરદ્રવ્ય કે વિકલ્પ નથી, પર વડે કે વિકલ્પ વડે કાંઈ ચૈતન્યના ઉત્પાદ
વ્યય– ધ્રુવ કરાતા નથી; ચૈતન્યભાવના ઉત્પાદ– વ્યય– ધ્રુવને રાગાદિ સાથે કર્તા –
કર્મનો સંબંધ નથી; એટલે ધર્મીજીવ કર્તા થઈે પોતાના ચૈતન્યના ઉત્પાદ – વ્યય – ધ્રુવને
કરે છે પણ રાગાદિને તે કરતો નથી.
ભાઈ, ચૈતન્યભાવથી ભરેલો ભગવાન તું છો; તેની દ્રષ્ટિ કર. બાકી બીજા
બધાને ભૂલી જા. શરીર–મકાન વગેરેને તો તું કરતો નથી, રાગાદિને પણ કરવાનું તારા
ચૈતન્ય ભાવમાં નથી. ચ્ૈતન્યસ્વભાવને અનુભવનાર ધર્મીજીવને ‘હું શુદ્ધ છું’ એવા
વિકલ્પનોય પક્ષ નથી એટલે તેનું કર્તાપણું નથી. મારી ચૈતન્યવસ્તુ પુણ્ય – પાપ
વિનાની ચીજ છે, એવા ચૈતન્યસ્વભાવપણે પોતાને લક્ષમાં લીધો ત્યાં ઉત્પાદ–વ્યય –
ધ્રુવ ત્રણે ચૈતન્યરૂપ થયા, રાગ – વિકલ્પ તેમાં ન આવ્યા. જે પર્યાયે ચૈતન્યસ્વભાવનો
નિર્ણય કર્યો તે પર્યાય પણ ચૈતન્યરૂપ થઈ, ને રાગથી જુદી થઈ ગઈ.