: ૧૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
પર્યાય જ્યારે અંતર્મુખ થઈ ત્યારે તેને દ્રવ્ય – પર્યાય બંનેનો અનુભવ એકસાથે
થાય છે – એમ કહ્યું. પર્યાય અંતર્મુખ થઈ ત્યાં ધ્રુવસ્વભાવનું પણ ભાન થયું. પર્યાય
અંતરમાં વળ્યા વગર ધ્રુવસ્વભાવને જ્ઞેય કર્યો કોણે? પર્યાય અંતર્મુખ થઈ ત્યારે મારા
ઉત્પાદ– વ્યય– ધ્રુવ ત્રણેમાં મારો ચૈતન્યસ્વભાવ વ્યાપે છે એમ ભાન થયું; એણે
સ્વઘરને જોયું. આ દ્રવ્ય ને આ પર્યાય એવા ભેદ કે વિકલ્પ અનુભૂતિમાં નથી. આવી
અભેદ નિર્વિકલ્પ અનુભૂતિસહિત સમ્યગ્દ્રર્શન થાય છે.
અહો, આચાર્યભગવંતો તો હાલતા–ચાલતા સિદ્ધ જેવા હતા; તેમની વાણીમાં
અમૃત ભર્યું છે; તેમણે અનુભવનું અલૌકિક વર્ણન કર્યું છે. ભાઈ, અત્યારે આ
સમજવાનો અવસર છે. આ તારી વસ્તુને નહીં સમજ તો જન્મ–મરણના ક્્યાં આરા
આવશે? તારા ચૈતન્યના ઉત્પાદ–વ્યય ધ્રુવ તો તારા ચૈતન્યભાવવડે કરાય કે રાગવડે
કરાય? ભાઈ, આ સમજવા માટે બહારની પૈસા – શરીર વગેરેની ક્યાં જરૂર છે? પૈસા
હોય, શરીર નીરોગ હોય તો જ આ સમજાય એવું કાંઈ નથી. પોતાની પર્યાય અંતરમાં
લઈ જતાં, પોતાના ચૈતન્યભાવવડે જ આત્મા સમજાય છે. ઉત્પાદ– વ્યય – ધ્રુવ ત્રણેરૂપ
એક વસ્તુ છે, ઉત્પાદ– વ્યય જુદા ને ધ્રુવ જુદી વસ્તુ – એમ અહીં નથી કહેવું; ઉત્પાદ–
વ્યય – ધ્રુવ ત્રણેથી ભાવિત ચૈતન્યવસ્તુ એક છે. પર્યાય ધ્રુવમાં લીન થયેલી છે. આવા
સ્વઘરમાં આવ્યા વગર જીવને શાંતિ નહિ આવે. પરઘરમાં શાંતિ માની છે, પણ તેમાં
એકલું દુઃખ છે. તેમાં દુઃખ અને અશાંતિ લાગે તો સ્વઘર તરફ વળે ચૈતન્યની વીતરાગી
શાંતિને વેદે તો તે શાંતિ પાસે તેને પુણ્ય – પાપ અગ્નિીની ભઠ્ઠી જેવા લાગે. ચૈતન્યની
શાંતિના વેદન વગર શુભરાગની અશાંતિનો ખરો ખ્યાલ ન આવે.
કેવળીભગવાન ચૈતન્યસ્વભાવપણે રહીને પોતાના ઉત્પાદ– વ્યય––ધ્રુવને કરે છે;
તેમ સાધકધર્મી પણ ચૈતન્યભાવપણે જ પોતાના ઉત્પાદ – વ્યય – ધ્રુવને કરે છે.
રાગાદિભાવોથી ચૈતન્યભાવ જુદો જ છે, તે રાગ સાથે ધર્મીના ચૈતન્યભાવને
કર્તાકર્મપણું નથી. એક શુદ્ધનયના વિકલ્પનુંય કર્તાપણું જ્ઞાનમાં જેને રહે તે તેણે
શુદ્ધાત્મારૂપ સમયસારને અનુભવ્યો નથી. શુદ્ધઆત્મા નયોના વિકલ્પોથી પાર, તેમાં
વિકલ્પનું કર્તાકર્મપણું કેવું?
‘ચૈતન્યસ્વભાવ હું છું” એમ સ્વસન્મુખ થઈને પર્યાય નકકી કરે છે. પર્યાય
સ્વસન્મુખ થયા વગર સ્વભાવનો નિર્ણય કર્યો કોણે? અહો, ચૈતન્યસ્વભાવ અપાર છે–
જેના ગુણોનો પાર નથી, જેના મહિમાનો પાર નથી, – આવો ‘સમયસાર’ હું છું એમ
ધર્મી અનુભવે છે. સમસ્ત બંધપદ્ધત્તિને છોડીને હું આત્માને અનુભવું છું, – એટલે