વિકલ્પો) રહેતા જ નથી; જ્ઞાન તેનાથી જુદું પડી ગયું એટલે તેણે બંધપદ્ધત્તિને છોડી
દીધી એમ કહેવાય છે.
સ્વસંવેદનમાં સાક્ષાત્ કરીને ધર્મી કહે છે કે અમે અમારા અપાર ચૈતન્યતત્ત્વને બંધ
ભાવોથી જુદું જ અનુભવીએ છીએ તે અનુભવમાં ‘ધ્રુવ છું – એક છું’ એવા પણ વિકલ્પ
રહેતા નથી. શુદ્ધાત્માને હું વિકલ્પવડે નથી અનુભવતો, પણ ચૈતન્યભાવ વડે જ
અનુભવું છે.
અનુભવ કરું છું એવા કોઈ ભેદ–વિકલ્પ ત્યાં રહેતા નથી. ‘આ દ્રવ્ય, આ પર્યાય’ એવા
ભેદના વિકલ્પ અનુભવમાં રહેતાં નથી. વિકલ્પમાં તો આકુળતા છે; અનુભવમાં
નિર્વિકલ્પ આનંદનું વેદન છે. જુઓ, આ સમયગ્દ્રર્શન થવાની દશાનું વર્ણન છે. મુનિપણું
વગેરે તો સમ્યગ્દ્રર્શનપૂર્વકની ઘણી ઊંચી વીતરાગદશા છે; પણ સમ્યગ્દ્રર્શનના
અનુભવની દશા પણ અલૌકિક છે.
અનુભૂતિમાં સમસ્ત વિકલ્પ – વ્યાપાર અટકી ગયો છે, એવી અનુભૂતિરૂપે પરિણમેલા
આત્માને ‘સમયસાર’ કહેવામાં આવે છે. જુઓ, શુદ્ધ પરિણતિરૂપે પરિણમેલા આત્માને
‘સમયસાર’ કહેવાય છે; તેને જ સમ્યગ્દ્રર્શન, સમ્યગ્જ્ઞાન, અનુભૂતિ વગેરે નામથી
કહેવાય છે. એકલા દ્રવ્યને સમયસાર ન કહ્યો, પણ શુદ્ધ પર્યાયરૂપે પરિણમેલા આત્માને
જ ‘સમયસાર’ કહ્યો છે.