: ૧૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
અહો, નિર્ણયમાં કેટલી તાકાત છે! વિકલ્પથી લાભ માને તે નિર્ણય સાચો નહિ.
‘જ્ઞાનસ્વભાવ’ જ ત્યારે નકકી થાય કે વિકલ્પથી જુદો પડે ત્યારે; કેમકે જ્ઞાનસ્વભાવમાં
વિકલ્પની તો નાસ્તિ જ છે. ભાઈ! આત્માના અનુભવની રમતું જુદી છે. – જેનો
નિર્ણય કરતાં આખી દુનિયાનો રસ ઊડી જાય; આખી દુનિયા ફરે તોય એનો નિર્ણય ન
ફરે. કેમકે તે નિર્ણયમાં જ્ઞાનસ્વભાવનું જ અવલંબન છે, બીજા કોઈનું અવલંબન એમાં
નથી. ભાઈ! એકવાર હૈયું સરખું રાખીને આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર. ‘જ્ઞાન
સ્વભાવ છું’ એમ નિર્ણય કરવા જાય ત્યાં રાગની – પુણ્યની – સંયોગની હોંશ રહે નહીં,
કેમકે તેનાથી જુદા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો છે, તે નિર્ણય કરવા માટે
અંતરસ્વભાવ તરફ જ્ઞાન ઢળે છે. વચ્ચે વિકલ્પ હોય છે પણ જ્ઞાનનો ઝુકાવ તે વિકલ્પ
તરફ નથી, જ્ઞાનનો ઝુકાવ જ્ઞાનસ્વભાવ તરફ જ છે; તે જ્ઞાન કાંઈ વિકલ્પને રચતું નથી,
જુદું રહે છે. (જ્ઞાનસ્વભાવના અપૂર્વ નિર્ણયની વાત સાંભળતા મુમુક્ષુઓ ડોલી ઊઠે છે
ને કહે છે કે અહો! (આત્માના અનુભવની એકદમ સરસ વાત છે!)
ભગવાન! તારા સ્વભાવના નિર્ણયની વાત પણ અપૂર્વ છે જ્ઞાનસ્વભાવનો
નિર્ણય કરનારને બીજા કોઈનો મહિમા રહેતો નથી, કે તેના વડે પોતાની મોટાઈ
ભાસતી નથી. અહો, આવો જ્ઞાનસ્વભાવ પ્રસિદ્ધ કરીને ‘આત્મખ્યાતિ’ માં આચાર્યદેવે
કમાલ કરી છે! ભાઈ, જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવા જઈશ ત્યાં વિકલ્પમાંથી તારી બુદ્ધિ
હટી જશે. આવો નિર્ણય કરે તે જ્ઞાનસ્વભાવ તરફ ઝુકીને નિર્વિકલ્પ અનુભવ કરે છે.
અહો, ચૈતન્યના અનંત કિરણોનો પ્રકાશ અનુભવમાં ઝળકી ઊઠે છે.... અનંત ગુણનાં
કિરણો એક સાથે ફૂટે છે. જે અનુભૂતિમાં ભગવાન પ્રગટ્યા તેની શી વાત! બાપુ, તારી
અનુભૂતિમાં તારો ચૈતન્ય ભગવાન ન આવે ને એકલી પામરતારૂપે જ તું તને દેખ તો
તારો સાચો આત્મા તેં દેખ્યો નથી, ભગવાને કહેલા જ્ઞાનસ્વભાવને તેં નિર્ણયમાં પણ
લીધો નથી. અરે, એકવાર જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને તેનો નિર્ણય તો કર. નિર્ણયમાં
સાચું સ્વરૂપ આવ્યા વગર તું અનુભવ કોનો કરીશ? માટે કહ્યું કે પ્રથમ જ જ્ઞાનસ્વભાવ
આત્માનો નિર્ણય કરવો.
આ વાત કોઈ સાધારણ નથી; આ તો અંતરના સ્વભાવને અનુભવમાં
લઈને પર્યાયમાં પ્રસિદ્ધ કરવાની અપૂર્વ વાત છે. મોક્ષલક્ષ્મીને માટે આ
કેવળીપ્રભુનાં કહેણ છે. સ્વભાવના ગંભીરભાવો આમાં ભર્યા છે. જે લક્ષમાં લેતાં
રાગ વગરની અનુભૂતિમાં આત્માનો સાક્ષાત્કાર થાય, પરમેશ્વર આત્મા પોતાની
પર્યાયમાં પ્રસિદ્ધ થાય – એવો સ્વભાવ બતાવ્યો છે. આ ટીકાનું