: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૫ :
નામ પણ ‘आत्मख्याति’ છે; આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ, આત્માની
અનુભૂતિ કેમ થાય તે આચાર્યભગવાને આમાં બતાવ્યું છે.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યાં પછી સાક્ષાત્ અનુભવ કેમ થાય એટલે સમ્યગ્દર્શન
કેમ થાય? તે અદ્ભુત શૈલીથી સમજાવ્યું છે. નિર્ણય કરનાર જીવ પોતાના મતિ
શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરે છે. વિકલ્પ તો પરસન્મુખ છે; તે કાંઈ આત્મસન્મુખ થઈ
શકતો નથી; વિકલ્પથી છૂટું પડીને અતીન્દ્રિય થયેલું જ્ઞાન જ આત્મસન્મુખ થાય છે, ને
તે જ્ઞાન નિર્વિકલ્પ વિજ્ઞાનઘન વિજ્ઞાનઘન આત્માને સાક્ષાત્ અનુભવે છે. – આવી
અનુભૂતિ તે જ સમ્યગ્દ્રર્શનને સમ્યગ્જ્ઞાન છે, તે જ અતીન્દ્રિય આનંદ છે; તેમાં એક સાથે
અનંત ગુણની નિર્મળતાની અનુભૂતિ છે; તેથી જે કાંઈ કહો તે બધું આ એક
અનુભૂતિમાં જ સમાય છે.... આવી અનુભૂતિસ્વરૂપ થયેલો આત્મા તે જ સમયસાર
છે... . તે જ સમયનો સાર છે.
[વીર સં. ૨૪૯૮ ના આત્મધર્મના ગ્રાહકોને અપાયેલું ભેટપુસ્તક]
સૌને ગમી જાય, ને સ્વાધ્યાય કરતાં શાંતિ આપે એવું, ૩૬૮ પાનાનું
આ સચિત્ર પુસ્તક દરેક જિજ્ઞાસુએ વાંચવા યોગ્ય છે. કિંમત રૂા. ૩.૨પ
(પોસ્ટથી મંગાવનારે ચાર રૂપિયા મોકલવા,)
રત્નસંગ્રહણ (એકસો આધ્યાત્મિક રત્નોનો સંગ્રહ) જેણે વાંચ્યું તેને
ગમ્યું: ભાગ ૧–૨, દરેકની કિંમત ૦–૮૦ (પોસ્ટથી એક રૂપિયો) દર્શન
કથા – ૦–૭૦ અકલંક – નિકલંક (નાટક) ૦–૮૦
‘આત્મભાવના’ ભેટ પુસ્તક ગયા વર્ષના ગ્રાહકોને અપાયેલ તે વર્ષ
પૂરું થઈ ગયું છે. છતાં જેમણે હજી સુધી ભેટપુસ્તક ન મેળવ્યું હોય તેમણે તા.
૩૧ જાન્યુઆરી સુધીમાં મેળવી લેવા વિનંતી છે. કદાચ આપનું કુપન ગુમ
થયું હોય તોપણ આપનું નામ એડ્રેસ ને ૭૦ પૈસાની ટિકિટ મોકલવાથી
પુસ્તક મોકલવામાં આવશે. તા. ૩૧ જાન્યુઆરી પછી તે પુસ્તક આપવાનું
બંધ થશે.