: ૧૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
ચૈતન્યરત્નના કણિયા
* વસ્તુમાં કારણસ્વભાવ સદાય વિદ્યમાન હોવા છતાં, કાર્યરૂપ થયેલો આત્મા જ
તેને સ્વીકારે છે કે ‘મારા કાર્યનું કારણ આ મારો કારણપરમાત્મા છે. ’ – બીજું
કોઈ મારું કારણ નથી.
* જેમ જ્ઞાયકપણું ઉપાસ્યું ત્યારે જ તે જ્ઞાયકને શુદ્ધ કહ્યો; તેમ કારણ સ્વભાવને
કારણપણે ઉપાસીને પર્યાયમાં શુદ્ધકાર્ય થયું ત્યારે જ તે ‘કારણ’ ને કારણ કહ્યું.
કાર્ય વગર ‘કારણ’ કોનું? ‘આ મારું કારણ ’ – એવો સ્વીકાર કાર્ય વગર કોણ
કરશે? આ રીતે કારણ – કાર્યની સંધિ છે.
* ધ્રુવ તે ધ્રુવ છે – પણ ઉત્પાદપરિણિત ધ્રુવમાં તન્મય થઈ ને પરિણમી ત્યારે ‘આ
ધ્રુવ હું છું’ એમ અનુભવ્યું. પર સામે જોઈને ‘આ ધ્રુવ હું છું’ એમ પ્રતીત થાય
નહીં, ધ્રુવ સાથે પર્યાય એકાકાર થઈને જ તેની પ્રતીત થાય છે.
કાયાકલ્પ – મલિનદેહને પૂજ્ય બનાવવાની રીત
* સાત ધાતુથી બનેલા ને મળમૂત્રથી ભરેલા એવા અપવિત્ર દેહને પણ, હે ભવ્ય!
શુદ્ધચિદ્રૂપના ચિંતનવડે તું બીજાઓ વડે પૂજ્ય બનાવ.
મોહીજીવો ‘કાયાકલપ’ વડે શરીરને સારૂં રાખવા મથે છે, પણ શરીર
એના અપવિત્રસ્વભાવને કદી છોડવાનું નથી; તેને પૂજ્ય બનાવવાનો ઉપાય
એક જ છે કે શુદ્ધચિદ્રૂપનું ચિંતન કરવું શુદ્ધ ચૈતન્યનું ચિંતન કરનાર પુરુષનો દેહ
પણ અન્ય લોકો વડે પૂજાય છે. (તત્ત્વજ્ઞાનતરંગિણી – ૨–૨પ)
બે ભાવ જુદા.... બંનેના કાર્ય જુદા
* પ્રશ્ન :– સમકિતી લડાઈ કરે છે?
ઉત્તર :– સમકિતીને સમ્યક્ત્વાદિભાવ અને ક્રોધાદિભાવ બંને જુદા છે; તેમાં જે
સમ્યક્ત્વનો ભાવ છે તે લડાઈ કરતો નથી; જે ક્રોધનો ભાવ છે તે
લડાઈમાં જોડાય છે. સમ્યક્ત્વભાવ તો તે ક્રોધ અને લડાઈ બંનેથી
જુદો જ છે.
બે જુદા ભાવોનું કાર્ય પણ જુદું છે, તે ઓળખવું જોઈએ. એકના કાર્યને બીજામાં
ભેળવવું ન જોઈએ. સમ્યક્ત્વના કાર્યને ક્રોધાદિમાં ન ભેળવવું, ક્રોધાદિભાવોને
સમ્યક્ત્વમાં ન ભેળવવા. પોતામાં પણ બંને ભાવોને જુદા ઓળખીને ભેદજ્ઞાન કરવું.