Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 45

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૭ :
વીતરાગવિજ્ઞાન–પ્રશ્નોત્તરી
(છહઢાળાની ત્રીજી ઢાળના પ્રવચનો ઉપરથી સંકલન: ગતાંકથી ચાલુ)
૨પ૨.


૨પ૩.


૨પ૪.



૨પપ.



૨પ૬.


૨પ૭.

૨પ૮.

૨પ૯.
જીવની ભૂલ ક્્યારે છૂટે?
પોતાની ભૂલને, તેમજ પોતાના
ગુણને જાણે ત્યારે.
જીવને સુખ – દુઃખનું કારણ કોણ?
પોતાના ગુણ – દોષ; બીજું કોઈ
નહીં, કર્મ પણ નહીં.
આત્માનો સ્વભાવ દુઃખનું કારણ
થાય?
ના; આત્માનો સ્વભાવ સુખનું જ
કારણ છે.
રાગ કે પુણ્ય કદી સુખનું કારણ
થાય?
ના; રાગ ને પુણ્ય તો સદાય દુઃખનું
જ કારણ છે.
આમ જાણનાર જીવ શું કરે છે?
પુણ્ય – પાપથી જુદો પડીને આત્મા
તરફ વળે છે.
પુણ્યથી ભવિષ્યમાં સુખ મળશે એ
સાચું? – ના.
અજ્ઞાનીઓ કોને આદરે છે?
પુણ્યને.
જ્ઞાની કોને આદરે છે?
પુણ્ય – પાપ વગરની જ્ઞાનચેતનાને,
૨૬૦.



૨૬૧.


૨૬૨.


૨૬૩.

૨૬૪.

૨૬પ.

૨૬૬.


૨૬૭.
આત્માને એકકોર મુકીને ધર્મ થઈ
શકે?
કદી ન થાય, આત્માને ઓળખીને જ
ધર્મ થાય.
સમ્યગ્દર્શનનાં નિમિત્ત કોણ છે?
સાચાં દેવ – ગુરુ – ધર્મ સમ્યક્ત્વનાં
નિમિત્ત છે.
ગુણ શું? પર્યાય શું?
દ્રવ્ય શું? ટકે તે ગુણ; પલટે તે
પર્યાય; ગુણ પર્યાયવંત દ્રવ્ય.
વીતરાગી દેવ કોણ? – અરિહંત અને
સિદ્ધ.
નિર્ગ્રથ ગુરુ કોણ? – આચાર્ય
ઉપાધ્યાય – સાધુ.
સાચો ધર્મ ક્યો? – સમ્યક્ત્વાદિ
વીતરાગભાવ.
ઇંડામાં જીવ છે?
હા; તે પંચેન્દ્રિય જીવ છે; તેનો
આહાર તે માંસાહાર જ છે.
વીતરાગમાર્ગમાં અહિંસા કોને કહે
છે?
રાગાદિ ભાવોથી રહિત શુદ્ધભાવ તે
અહિંસા છે