Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 45

background image
: ૧૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
૨૬૮.


૨૬૯.



૨૭૦.


૨૭૧.


૨૭૨.


૨૭૩.



૨૭૪.



૨૭પ.
હિંસા કોને કહે છે?
જેટલા રાગાદિ ભાવો છે તેટલી
ચૈતન્યની હિંસા છે.
હિંસા – અહિંસાનું આવું સ્વરૂપ ક્યાં
છે?
સર્વજ્ઞદેવના મતમાં જ છે; બીજે
ક્યાંય નથી.
આવા અહિંસા–ધર્મને કોણ ઓળખે
છે?
સમ્યગ્દ્રષ્ટિ જ ઓળખે છે.
જૈનસાધુ કેવા હોય છે?
સદા નિર્ગ્રંથ હોય છે; તેમને વસ્ત્ર
હોતા નથી.
એનાથી વિરુદ્ધ સાધુપણું માને તો?
– તો તેને સમ્યક્ત્વનાં સાચા
નિમિત્તની ખબર નથી.
જીવ કઈ વિદ્યા પૂર્વે કદી નથી
ભણ્યો?
વીતરાગ – વિજ્ઞાનરૂપ સાચી ચૈતન્ય
વિદ્યા કદી નથી ભણ્યો.
જ્ઞાન આત્માથી કદી જુદું કેમ નથી
પડતું?
– કેમકે જ્ઞાન તે આત્માનું સ્વરૂપ જ
છે.
કર્મ અને શરીર કેવાં છે?
આત્માથી જુદી જાતનાં છે, તે
આત્માનું સ્વરૂપ નથી.
૨૭૬.



૨૭૭.


૨૭૮.



૨૭૯.

૨૮૦.

૨૮૧.


૨૮૨.



૨૮૩.


૨૮૪.
પુણ્ય – પાપવાળો આત્મા તે ખરો
આત્મા છે?
ના; ખરો આત્મા ચેતનારૂપ ને
આનંદરૂપ છે.
મુમુક્ષુજીવને શું સાધ્ય છે?
મુમુક્ષુજીવને મોક્ષપદ સિવાય બીજું
કાંઈ સાધ્ય નથી.
સાચો આનંદ (મોક્ષનો આનંદ) કેવો
છે?
‘સ્વયંભૂ’ છે, આત્મા જ તે – રૂપ
થયોછે.
સાધકદશાનો સમય કેટલો? ...
અસંખ્ય સમય.
સાધ્યરૂપ મોક્ષદશાને કાળ કેટલો? ...
અનંત.
સિદ્ધદશા– મોક્ષદશા કેવી છે?
મહા આનંદરૂપ; સમ્યક્ત્વાદિ સર્વ
ગુણ સહિત, આઠ કર્મ રહિત.
ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રર્શન છે તે
રાગવાળું છે?
ના; ત્યાં રાગ હોવા છતાં સમ્યગ્દર્શન
તો રાગ વગરનું જ છે.
સમ્યક્ત્વ સાથેનો રાગ કેવો છે?
તે બંધનું જ કારણ છે; સમ્યક્ત્વ તે
મોક્ષનું કારણ છે.
કોઈને એકલું વ્યવહાર સમ્યગ્દ્રર્શન
હોય?