Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 45

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૩ :


૩પ૩.
શકાય?
હા, અનેક પામ્યા છે.
આ ત્રીજા અધ્યાયમાં શેનો ઉપદેશ
છે?
મોક્ષના મૂળરૂપ સમ્યગ્દ્રર્શનની

૩પ૪.
આરાધનાનો.
આ ઉપદેશ સાંભળીને શું કરવું!
‘હે જીવ! તું આજે જ સમ્યક્ત્વને
ધારણ કર! ’
(જય જિનેંન્દ્ર)
શુદ્ધાત્માનો પૂજારી

ધર્મી કહે છે કે સુખના અમૃતથી ભરેલા શુદ્ધઆત્મતત્ત્વને હું સદા પૂજું છું; શેના
વડે પૂજું છું? કે ચૈતન્યના સમરસ વડે પૂજું છું. પૂજ્ય પણ પોતે, ને પૂજક પણ પોતે;
બંને જુદા નથી, અભેદ છે; તે અભેદની અનુભૂતિમાં અમૃતરસ સમરસ – શાંતરસ
ઉલ્લસે છે.
જુઓ, આમાં બે વાત આવી –
એક તો પૂજવા યોગ્ય ખરેખર પોતાનો શુદ્ધઆત્મા છે.
બીજું, તે શુદ્ધાત્માની પૂજા રાગવડે થતી નથી, વીતરાગી સમભાવ–વડે જ તેની
પૂજા થાય છે. પૂજા એટલે તેની શ્રદ્ધા – જ્ઞાન તથા તેમાં લીનતા. આવી સ્વ–પૂજા તે
પરમ અમૃતરસનાં સ્વાદનું કારણ છે, તે મોક્ષનો માર્ગ છે.
જેની પૂજા કરે તેનાથી વિરૂદ્ધ ભાવનો આદર કેમ થાય? વીતરાગી ચૈતન્ય
તત્ત્વને જે પૂજે તે રાગનો આદર કેમ કરે? રાગનો આદર કરે તે તો વિષમભાવ છે,
તેમાં શુદ્ધઆત્મા આવે નહિ ને શાંતિ મળે નહિ. રાગથી ભિન્ન થઈને ચૈતન્યભાવથી
શુદ્ધ આત્માનો આદર કરતાં અંદર પરમ શાંતરસ ઝરે છે.