પૂજા – સ્તુતિ – નમન છે. જેને પોતે નમ્યો તેવી જાતનો ભાવ પ્રગટ કરીને તેમાં નમ્યો
છે, પણ તેનાથી વિરુદ્ધ ભાવ વડે તેને નમન થતું નથી.
જાણપણાની કે શાસ્ત્રભણતરની તને કિંમત લાગે છે? – કે એ બધાયથી પાર તારા
શુદ્ધચૈતન્યતત્ત્વની અનુભૂતિની તને કિંમત છે? ખરી કિંમત પોતાના શુદ્ધ ચૈતન્યતત્ત્વના
અનુભવની છે; એ અનુભવ સિવાયનું બીજું તો બધું નિઃસાર છે, એની કાંઈ જ કિંમત
નથી. આખા જગત કરતાં તને તારા આત્માની મોટપ ભાસવી જોઈએ. આત્માની
મોટપ ભાસે એટલે બીજા બધાનો રસ ઊડી જાય; બહારનાં માન–અપમાનથી હાલક–
ડોલક થઈ જતો હોય તે છૂટી જાય; અને અંદર ચૈતન્યના પાતાળને ફોડીને આનંદનો
ધોધ ઊછાળે. આવી આનંદની રેલમછેલમાં ધર્મીનો આત્મા વર્તે છે. અરે, આવડા મોટા
ચૈતન્યને ચૂકીને બહારની અનુકૂળતા – પ્રતિકૂળતામાં કે માન –અપમાનમાં જે વેચાઈ
જતો હોય તો આત્માને ક્્યાંથી સાધે? આત્માની ગંભીરતા જેને ભાસી નથી, આત્માના
વૈભવનો મહિમા જેણે દેખ્યો નથી તેને આત્માનો પરમ સમભાવ ક્્યાંથી પ્રગટે? અહા,
વિશુદ્ધ ચૈતન્ય મહાતત્ત્વનો પરમ મહિમા જાણતાં જ જીવને મુક્તિના ઉત્તમ સુખનો
સ્વાદ આવે છે, ને આત્મા ભવદુઃખથી દૂર થઈ જાય છે.
દેખાય? પરમ તત્ત્વ તો આનંદમાં ડુબેલું છે, આનંદની અનુભૂતિ વડે અમે તેને દેખીએ
છીએ. એમાં હવે દુઃખ કેવું? નિજાત્માના ઉત્તમ સુખને અમે સતત અનુભવીએ છીએ; ને
ભવજનિત દુઃખથી તો અમે દૂર થયા છીએ.”