: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૨પ :
આત્મસન્મુખ જીવની સમ્યક્ત્વ – સાધના
[સમ્યગ્દ્રર્શન – લેખમાળા: લેખ નં. ૪ ગતાંકથી ચાલુ]
સમ્યગ્દ્રર્શન થતાં પહેલાંં અને પછી જીવની રહેણીકરણી તથા
વિચારધારાનું વર્ણન કરતી આ લેખમાળા સર્વે જિજ્ઞાસુઓને પસંદ
આવી છે. ચોથા લેખનો એક ભાગ ગતાંકમાં આવી ગયો છે,
બાકીનો ભાગ અહીં આપ્યો છે.
શ્રીગુરુના ઉપદેશથી જે જીવ જાગ્યો, આત્માનું સ્વરૂપ સંભાળીને સ્વસન્મુખ થયો
ને સમ્યગ્દ્રર્શન પામ્યો, તે જીવનું આખું જીવન પલટી જાય છે. જેમ અગ્નિમાંથી બરફ
બની જાય તેમ તેનું જીવન અશાંતિમાંથી છૂટીને પરમ શાંત બની જાય છે. અલબત્ત,
બહારના જીવો એ દેખી નથી શકતા પણ એની અંદરની આત્મતૃપ્તિ, એનો
ચૈતન્યપ્રાપ્તિનો પરમ સંતોષ, અને સતત ચાલી રહેલી મોક્ષસાધના – એને તો એ પોતે
પોતાના સ્વસંવેદનથી સદાય જાણે છે, તેનો આખો આત્મા ઉલટ – સુલટ થઈ જાય છે.
અહા! એ અદ્ભુત દશાને વાણીથી વર્ણવવાનું મુશ્કેલ છે.
મુમુક્ષુ લોકોનું સદ્ભાગ્ય છે કે અત્યારે આવા કળિયુગમાં પણ સમ્યગ્દ્રર્શનની
પ્રાપ્તિનો પંથ બતાવનારા, ભાવિતીર્થંકર સંત મળ્યા છે, – જેમણે અજ્ઞાનઅંધકારમાં
ભટકતા જીવોને જ્ઞાનનો પ્રકાશ આપ્યો છે; માર્ગ ભૂલેલા જીવોને સત્ય રાહ બતાવ્યો છે;
દુનિયામાં ચાલતા કુદેવ – કુગુરુ સંબંધી અનેક ભ્રમણા અને કુરીવાજોમાંથી અંધ શ્રદ્ધા
છોડાવી છે, ને સીધી સડક જેવો સત્ય માર્ગ નિઃશંકપણે બતાવ્યો છે. તેમના પ્રતાપે
આત્મહિતના સાચા માર્ગને ઓળખીને અનેક જીવો આત્મસન્મુખ થયા છે, તો કોઈ
કોઈ જીવો એવા પણ છે કે જેમણે સમ્યગ્દ્રર્શન પ્રાપ્ત કર્યું છે.
સમ્યગ્દ્રર્શન થયા પછી આત્મસન્મુખ જીવની અંર્તદશા તથા વિચારધારા પહેલાંં
કરતાં તદ્ન જુદી જાતની હોય છે. તે પોતાને રાગથી ભિન્ન ચૈતન્યની અનુભૂતિ સ્વરૂપ
માને છે. તે જાણે છે કે મારું ચૈતન્યસ્વરૂપ જ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે. આત્મા દેહથી
ભિન્ન એક મહાન ચૈતન્યતત્ત્વ છે; આત્માનું સ્વરૂપ ઈન્દ્રિયોથી કે રાગથી માપી શકાય
તેવું નથી. આત્મા શુદ્ધ–બુદ્ધ – નિર્વિકલ્પ – ઉદાસીન – જ્ઞાનઆનંદસ્વરૂપ છે. શુભા