Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 45

background image
: ૨૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
શુભરાગનું સેવન હું અનાદિથી કરતો હતો. પણ તે – રૂપે મારો આત્મા થઈ ગયો નથી.
મારો આત્મા તો સુખનો ભંડાર ચૈતન્યરાજા છે; તેને ઓળખીને તથા તેની શ્રદ્ધા કરીને,
હવે તેની જ સેવાથી મારા આત્માને મોક્ષની સિદ્ધિ થશે.
સમ્યગ્દ્રર્શન થતાં સુખના ભંડાર ખુલી જાય છે. સમ્યગ્દ્રર્શન સાથેનું
સ્વસંવેદનજ્ઞાન અતીન્દ્રિય હોય છે; તેથી તે જ્ઞાનમાં પરમ સૂક્ષ્મતા આવી જાય છે;
ચૈતન્યના ગંભીર ભાવોને તે પકડી લ્યે છે. નયપક્ષના વિકલ્પો પણ તેને અત્યંત સ્થૂળ
લાગે છે; તેને વિકલ્પાતીત અતીન્દ્રિય આનંદ હોય છે. તે જ્ઞાનને ઈન્દ્રિયોથી ભિન્ન જાણે
છે. અને નિજરસમાં રમતો હોય છે. આત્માની તેને ખરેખરી પ્રીતિ લાગી હોય છે.
‘આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહો! ઉત્તમ થશે.’
– કુંદકુંદસ્વામીએ આ ગાથામાં કહ્યા મુજબની તેની દશા થઈ ગઈ હોય છે.
સમ્યક્ત્વરૂપે પરિણમેલો તે આત્મા આખા જગત ઉપર તરતો છે. કોઈ પરભાવોથી કે
સંયગોથી તેનું જ્ઞાન દબાતું નથી પણ તે છૂટું ને છૂટું જ્ઞાનપણે જ રહે છે. તેથી તે તરતો
છે. પર્વત ઉપર વીજળી પડે ને બે કટકા થાય તે ફરી સંધાય નહીં તેમ ભેદજ્ઞાન વડે
સ્વાનુભૂતિરૂપી વીજળી પડતાં જ્ઞાન અને રાગની ભિન્નતા થઈને બે કટકા જુદા થયા,
તે હવે કદી એક થાય નહીં. ભેદજ્ઞાન પછીના વિકલ્પોથી તેનું જ્ઞાન જુદું જ રહે છે; તેનું
જ્ઞાન કદી રાગ સાથે એક થઈને પરિણમે નહીં. જ્ઞાનીનું જ્ઞાન સદાય વિકલ્પોથી જુદું છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ સાતમી નરકના પ્રતિકૂળ સંયોગો વચ્ચે પણ
જીવ કરી શકે છે. સંયોગનું લક્ષ છોડીને જ્ઞાનની દશાને અંતરમાં આનંદના દરિયામાં
વાળી દીધી ત્યાંસંયોગ સંયોગમાં રહ્યા, ને આત્મા પોતાના આનંદસ્વરૂપમાં આવ્યો.
ચૈતન્યના અનુભવમાં જ્ઞાનની કોઈ અદ્ભુત ધીરજ અને ગંભીરતા હોય છે.
ચૈતન્યદરિયો અંદરથી પોતે જ પર્યાયમાં ઉલ્લસે છે. ત્યાં કોઈ વિકલ્પો રહેતા નથી.
અંતરના ઊંડાણમાથી તેને પોતાના ચૈતન્યતત્ત્વનો અપરંપાર મહિમા હોય છે. અહા
આત્મા અનંતા ગંભીર ભાવોથી ભરેલો છે. સમ્યગ્દ્રર્શનરૂપ થયેલા આત્માની અંદરની
સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે. હું જ્ઞાયકભાવથી ભરેલો, પરમ આનંદથી પૂરો અને
ઈન્દ્રિયોથી પાર એવો મહાન પદાર્થ છું. ચૈતન્યતત્ત્વથી ઊંચી કે સુંદર વસ્તુ બીજી
જગતમાં કોઈ નથી. આત્માનું વીતરાગી સામર્થ્ય અચિંત્ય છે; એના ગુણોની વિશા–