૨. સમયસારનો ભાઈ એટલે નિયમસાર. બંનેની રચના કુન્દકુન્દ પ્રભુએ કરી છે.
૩. મહાવીરપ્રભુ આસો વદ અમાસે મોક્ષ પામ્યા તેથી તે દિવસે દીવાળી ઉજવાય છે.
૪. આત્માનો સ્વભાવ જ્ઞાન છે જ્ઞાન સાથે બીજા અનંતા સ્વભાવો છે.
પ. મહાવીર ભગવાને પૂર્વે સિહના ભવમાં મુનિના ઉપદેશથી આત્માને ઓળખ્યો.
૬. મોક્ષનું મૂળ સમ્યગ્દ્રર્શન છે. સમ્યગ્દ્રર્શન થતાં મોક્ષ ફળ જરૂર આવે છે.
૭. ધર્મરાજા એટલે તીર્થંકર, તેમનો ધર્મદરબાર એટલે સમવસરણ.
૮. શરીર વગરની સુંદર વસ્તુ એ તો સિદ્ધભગવાન; તેઓ શરીર વગર મહા સુખી છે.
૯. ગૌતમસ્વામીનું નામ ઈન્દ્રભૂતિ, તેઓ ત્રણ ભાઈ; ત્રણે ગણધર થઈને મોક્ષ પામ્યા.
૧૦. મોક્ષમાં જવાનું વિમાન એ તો રત્નત્રય છે. – તેમાં બેઠા કે સીધા મોક્ષમાં.