Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 45

background image
: ૩૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
શ્રુતજ્ઞાનમાં આકુળતા નથી. પણ વિકલ્પમાં આકુળતા હતી. જ્યાં શ્રુતજ્ઞાન
વિકલ્પથી પાર થઈને અંતરમાં વળ્‌યું ત્યાં નિર્વિકલ્પ આનંદનું વેદન થયું. અનુભવની આ
રીત છે, સૌથી પહેલાંં હિતનો માર્ગ આ છે. આવા અનુભવ વગર બીજા કોઈના
અવલંબને આત્માનું હિત થતું નથી. તારું કાર્ય સ્વાધીનપણે તારાથી થાય છે. સંતોએ
તેની રીત બતાવી છે પણ તે કરવું તારા હાથમાં છે જેણે અંતર્મુખ થઈને આત્માનો
અનુભવ કર્યો તે જીવ હિતના પંથે ચડયો, તે જીવ કેવળજ્ઞાન અને સિદ્ધપદને પાત્ર
થયો... અને તે જ ‘સમયસાર’ છે
‘અમે ભક્ત છીએ’
જેને નિર્વાણની ભક્તિ છે. એટલે કે શુદ્ધરત્નત્રયની આરાધના છે તે જીવ ભક્ત
છે... તે કહે છે કે અહો! અમારા પૂર્વજો એવા ઋષભાદિ તીર્થંકર ભગવંતો પણ આવી જ
શુદ્ધાત્મસન્મુખ યોગ ભક્તિ વડે નિર્વાણને પામ્યા છે, અને હું પણ તે જ માર્ગે જાઉં છું.
જેઓ સંસારના ઘોર દુઃખોથી ભયભીત હોય તેઓ જ ઉત્તમ ભક્તિ કરો. ધર્મી કહે છે કે
અહો! નિર્મળ સુખકારી એવા ધર્મીને અમે ગુરુના સાન્નિધ્યમાં પ્રાપ્ત કર્યો છે. રાગ–દ્વેષની
પરંપરાથી જુદા એવા શુદ્ધ આનંદમય તત્ત્વમાં અમારી પરિણતિ હવે ઢળી છે. અતીન્દ્રિય
આનંદના સ્વાદમાં અમારું ચિત્ત હવે એવું લોલૂપ થયું છે કે ઈન્દ્રિય– વિષયોથી તે છૂટી
ગયું છે. અમારી પરિણતિમાં તો સુંદર આનંદ ઝરતું ઉત્તમ તત્ત્વ પ્રગટ્યું છે; આત્માની
આ અતિઅપૂર્વ ભાવનાથી સુખ પ્રગટે છે તે પરમ ભક્તિ છે, ને તે જ નિર્વાણનો
માર્ગ છે.
અહો, રાગ–દ્વેષથી પાર અમારું પમાત્મતત્ત્વ તેને એકને અમે ફરી ફરીને
ભાવીએ છીએ. અહો, મુક્તિસુખ દેનારું આ અમારું પરમ તત્ત્વ, તેની જ ભાવના છે,
કેમકે અમે તો મુક્તિની સ્પૃહાવાળા છીએ; ભવના સુખથી અમે નિસ્પૃહ છીએ; જેનાથી
ભવના સુખ મળે એવા પુણ્ય અને રાગની પણ સ્પૃહા અમને નથી; તેથી નિસ્પૃહ એવા
અમને આ લોકના પેલા અન્ય પદાર્થો સાથે શું પ્રયોજન છે? અહો! પોતામાં સ્વતત્ત્વનું
ચૈતન્ય સુખ ચાખ્યું ત્યાં હવે બીજાની સ્પૃહા કેમ રહે? પરમાત્મતત્ત્વની આવી આરાધના
જેને પ્રગટી છે તે સ્વવશ જીવને મોક્ષના કારણરૂપ ભક્તિ નિરંતર વર્તે છે.
(માગશર સુદ બીજ: નિયમસારના પ્રવચનમાંથી)