Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 45

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૩પ :
ચૈતન્યરસથી ભરેલી અનુભૂતિનો ગંભીર મહિમા
[માગશર વદ ૬–૭ સમયસાર કળશ ૯૩–૯૪ ઉપરનાં પ્રવચનમાંથી.]
ચૈતન્યનો અનુભવ નયના પક્ષથી રહિત છે. હું શુદ્ધ છું, હું જ્ઞાન છું એવો જે
શુદ્ધનયનો વિકલ્પ, તેનો પક્ષ અર્થાત્ તેમાં એકતાબુદ્ધિ તે પણ મિથ્યાત્વ છે. જ્ઞાન કર્તા
ને વિકલ્પ મારું કર્મ – એવી અજ્ઞાનીની બુદ્ધિ છે. ‘હુ શુદ્ધ છું’ એવો અનુભવ કરવાને
બદલે ‘હું શુદ્ધ છું ’ એવા વિકલ્પને જ પોતાનું કાર્ય માનીને અજ્ઞાની તેના વેદનમાં
અટક્યો. વિકલ્પમાં અટક્યો તે ભટક્યો. જ્ઞાની તો વિકલ્પથી છૂટો પડીને, જ્ઞાનને
અંતર્મુખ કરીને, શુદ્ધનયરૂપ પરિણતિ કરે છે, તે પરિણમનમાં તેને કોઈનયપક્ષ નથી,
વિકલ્પ નથી, તે નિર્વિકલ્પ પક્ષાતિક્રાંત છે. ભગવાન આત્મા વિકલ્પવાળો નથી,
વિકલ્પથી ચલાયમાન થાય તેવો નથી, કે વિકલ્પથી વેદનમાં આવે તેવો નથી. આવો
નિર્વિકલ્પઅચલ વિજ્ઞાનઘન આત્મા ધર્મીજીવને પોતાના અનુભવમાં આવે છે; આવો
આત્મા તે સમયસાર છે, તે જ સમ્યગ્દ્રર્શન છે, તે જ સમ્યગ્જ્ઞાન છે, તે જ આનંદ છે, જે
કાંઈ છે તે જ સમ્યગ્દ્રર્શન છે, તે જસમ્યગ્જ્ઞાન છે, તે જ આનંદ છે, જે કાંઈ છે તે આ એક
જ છે. ધર્મીના આવા અનુભવમાં એકલા વિજ્ઞાનમય આનંદરસ જ ભર્યો છે; તેમાં
વિકલ્પનો રસ નથી.
ચૈતન્યતત્ત્વ એવડું મોટું મહાન છે કે તેને વિકલ્પવાળો કહેવો તે કલંક છે.
અંતર્મુખ નિર્વિકલ્પ પર્યાયમાં આત્મા પ્રાપ્ત થયો, તે જ સમ્યગ્દ્રર્શન છે. અજ્ઞાનદશામાં
વિકલ્પને પામતો, વિકલ્પનો રસ લેતો; હવે જ્ઞાનદશામાં ચૈતન્યની અનુભૂતિ થઈ તે
આત્માનો શણગાર છે, તેનાથી આત્મા શોભે છે. વિકલ્પના શણગાર આત્માને શોભતા
નથી, તે તો કલંક છે. આત્મા તો કેવળજ્ઞાનની વેલડીનો કંદ છે, તેનામાં તો અનુભૂતિના
આનંદના પાક પાકે છે. સમ્યગ્દ્રર્શન થતાં અનંતગુણનાં પાક પાકયા છે ધર્મીજીવ
વિકલ્પને છોડીને અંતરમાં ચૈતન્યભાવને આસ્વાદતો થકો નિર્વિકલ્પ ભાવને આક્રમે છે
એટલે ઝડપથી તેને પહોંચી વળે છે. અહો! નિભૃત – નિશ્ચળ પુરુષો આ આત્માને સ્વયં
આસ્વાદે છે. જેને વિકલ્પોની ચિંતાને દૂર કરી છે ને આત્મામાં જ્ઞાનને નિશ્ચલ કર્યું છે
એવા નિભૃત પુરુષોને આ ભગવાન આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષમાં પોતે