: ૩૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
સ્વયં આસ્વાદમાં આવે છે. – આવી અનુભૂતિવડે, આત્મા શોભે છે. વિકલ્પમાં
આત્માનો સ્વાદ આવતો નથી. ભાઈ, તારા ચૈતન્યઘરમાં આનંદરસ ભર્યો છે તેને સ્વયં
આસ્વાદમાં લે; વિકલ્પમાંથી આનંદ લેવા જઈશ તો નહીં મળે. આવા આત્માને
સમ્યગ્દ્રર્શનમાં અનુભવવો તે જ કર્તવ્ય છે. ધર્મીનું કર્તવ્યું હોય તો આ જ છે. વિજ્ઞાનઘન
આત્માના રસથી ભરપૂર પરમાત્મા અનુભવમાં આવ્યો તેને જ સમ્યગ્દ્રર્શન વગેરે નામ
કહેવાય છે. ભાવમાં સમ્યક્ વેદન થયું ત્યારે સમ્યગ્દ્રર્શન વગેરે સાચું નામ પડ્યું.
વિકલ્પની પામરતામાં ભગવાન પરમાત્મા ન બેસે; તે તો અંતરની અનુભૂતિમાં પ્રગટ
બિરાજે છે, વિજ્ઞાનરસથી તે ભરેલો છે, વિજ્ઞાનરસમાં જ્ઞાન–આનંદ વગેરે અનંત ગુણનો
રસ સમાય છે. વધારે શું કહીએ? શબ્દોથી પૂરું પડે તેમ નથી; જે કાંઈ છે તે બધું આ
અનુભૂતિમાં સમાય છે, ચૈતન્યના અનંતગુણનો વૈભવ નિર્વિકલ્પ અનુભૂતિમાં સમાય
છે. જુનો પુરાણપુરુષ અનુભૂતિમાં પ્રસિદ્ધ થયો છે. પવિત્ર સ્વભાવી પુરાણપુરુષ
ભગવાન આત્મા અનાદિઅનંત એવો ને એવો છે પણ પર્યાયમાં અનુભૂતિ થતાં તે
નિર્મળ પર્યાય રૂપે પ્રસિદ્ધ થયો; ત્યારે તેને સમ્યગ્દ્રર્શન – જ્ઞાન – અનુભૂતિ – શાંતિ –
પરમઆનંદ વગેરે નામથી ઓળખવામાં આવે છે. અનુભૂતિસ્વરૂપ થયેલા તે એક
આત્માને જ આ બધાં નામથી કહેવામાં આવે છે. આવો આત્મા તે જ ‘સમયસાર’ છે.
અનુભવમાં ધર્મીને તે સમ્યક્પણે દેખાય છે. જણાય છે શ્રદ્ધાય છે, તેથી તે એક જ
સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાન છે, તેનાથી ભિન્ન બીજું કોઈ સમ્યગ્દ્રર્શન કે સમ્યગ્જ્ઞાન નથી.
જે કાંઈ છે તે આ એક જ છે. સ્ત્રી હોય, પુરુષ હોય કે નરકમાં રહેલો નારકી હોય, –
જેણે અંતરમાં આવો આત્મા અનુભવ્યો તે પુરાણપુરુષ છે, તે ભગવાન સમયસાર છે, તે
જ આત્મા પોતે સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાન છે. અતીન્દ્રિય આનંદના સ્વાદને લેતો
અનુભૂતિ સ્વરૂપ થયેલો આત્મા, તેનાથી જુદાં કોઈ સમ્યગ્દ્રર્શન કે સમ્યગ્જ્ઞાન નથી. તે
આત્મા પોતે પોતાના સમ્યક્સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે, તે પોતે જ સમ્યગ્દ્રર્શનરૂપ થઈને
પરિણમ્યો છે. અહો, સમ્યગ્દ્રર્શનના ગંભીર અનુભવની અલૌકિક વાત આચાર્ય
ભગવાને આ સમયસારમાં ખુલ્લી કરી છે; તેમાંય આ ૧૪૪ મી ગાથામાં તો સમ્યગ્દ્રર્શન
થવાની રીતનું અલૌકિક વર્ણન કર્યું છે, ને અમૃતચંદ્રાચાર્યદેવે તેના ઉપર સાત કળશ
ચડાવ્યા છે.
જેમ પાણી પાણીના પ્રવાહમાં ભળી જાય, તેમ ચૈતન્યપરિણતિ પહેલાંં વિકલ્પમાં
ભમતી હતી. તે હવે ચૈતન્યસ્વભાવમાં ભળીને મગ્ન થઈ ને ચૈતન્ય પોતે પોતાના
વિજ્ઞાનરસમાં ભળી ગયો; હવે ધર્મી એક વિજ્ઞાનરસપણે જ પોતાને અનુભવે છે. અહો