Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 45

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૭ :
આ મર્યાદિત અસંખ્યપ્રદેશી ચૈતન્યતત્ત્વમાં અનંત–અનંત ગંભીરતા ભરી છે, અનંત
શક્તિનો પિંડ વિજ્ઞાનઘન ઢગલો, જેના અનંત મહિમાની ગંભીરતા વિકલ્પમાં આવી
શકે નહિ, તેને ધર્મી જીવ અનુભવે છે. અહો, ચૈતન્યના રસિકજનો તો પોતાના
આત્માને નિર્વિકલ્પ ચૈતન્યરસપણે જ અનુભવે છે. પાણીનો પ્રવાહ દરિયામાં ભળી જાય
તેમ ચૈતન્યપરિણતિનો પ્રવાહ ઝડપથી અંતરમાં વળીને ચિદાનંદ સમુદ્રમાં મગ્ન થયો,
ત્યાં આત્મા પોતાના શાંત – આનંદરસમાં લીન થયો.
ચૈતન્યનો માર્ગ ઊંડો છે – ગંભીર છે. વિકલ્પોમાં તો કાંઈ ગંભીરતા નથી, તે તો
બહાર ભમનારા છે; ને ધર્મીને ચૈતન્યપરિણતિ તો વિકલ્પથી પાર, અનુભૂતિના ગંભીર
માર્ગે અંતરમાં વળીને ચૈતન્યસમુદ્રમાં એકાગ્ર થાય છે. આત્માનો માર્ગ તો ગંભીર –
ઊંડો જ હોય ને! જેના વડે અનાદિના દુઃખથી છૂટકારો થાય ને અનંતકાળનું સુખ મળે
– તે માર્ગની શી વાત? તે અનુભૂતિની શી વાત! વચનાતીત વસ્તુને વચનથી તો કેટલી
કહેવી? અનુભવમાં લ્યે ત્યારે પાર પડે તેવું છે; વચનના વિકલ્પથી એનો પાર પડે તેમ
નથી. ધર્મીની પર્યાય વિકલ્પના માર્ગેથી પાછી વળી ગઈ છે ને વિવેકના માર્ગે અંદર ઢળી
ગઈ છે. વિવેક એટલે ભેદજ્ઞાન, તેના મારગ ઊંડા છે, ગંભીર છે, ને તેનું ફળ પણ
મહાન છે. આચાર્ય ભગવંતોના હૃદય ઊંડાને ગંભીર છે; ચૈતન્યના અનુભવના રહસ્યો
આ સમયસારમાં ભર્યા છે.... ભવ્ય જીવોને ન્યાલ કરી દીધા છે. વાહ રે વાહ!
સમ્યગ્દ્રર્શન પામવાની ને ભગવાનના માર્ગમાં ભળવાની અફર રીત સંતોએ પ્રસિદ્ધ કરી છે.
અરે ભાઈ, તારા શુદ્ધાત્મા તરફનો વિકલ્પ પણ તને સમ્યગ્દ્રર્શન આપે તેમ નથી,
ત્યાં બહારમાં બીજું કોણ આપશે? તારો વિજ્ઞાનઘન આત્મા ચૈતન્યરસથી ભરપૂર છે,
તેનો રસિલો થઈને તેનો સ્વાદ લે.... એજ સમ્યગ્દ્રર્શન છે. બીજી કોઈ સમ્યગ્દ્રર્શનની
રીત નથી.
શરીર કે પૈસા તો દૂર રહ્યા. તે તો આત્માનાં છે જ નહિ, તેનું કર્તાપણું પણ
આત્મામાં નથી; ને અંદર ‘હું શુદ્ધ જ્ઞાન છું’ ઈત્યાદિ જે રાગરૂપ વિકલ્પ છે તે વિકલ્પ
પણ ચૈતન્યના રસથી બહાર છે, તે વિકલ્પને જે પોતાનાં કાર્યપણે કરે છે તે જીવ
ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ છે – અજ્ઞાની છે. તે વિકલ્પથી પણ જ્ઞાનને પાછું વાળીને, જ્ઞાન
પ્રવાહને અંદર વાળીને ધર્મીજીવ પોતાને એક ચૈતન્યસ્વરૂપે જ અનુભવે છે. ધર્મી જીવો
ચૈતન્યરસના જ રસિલા છે; બીજા બધાનો રસ તેને છૂટી ગયો છે, રાગનો