કાંઈ કલ્પના નથી, વિકલ્પ નથી પણ એવો સાક્ષાત્ અનુભવ ધર્મીંને વર્તે છે. ધર્મીને
પોતાના જ્ઞાનમાં થોડોક ચૈતન્યરસ અનુભવાય અને થોડોક રાગનો રસ અનુભવાય
એમ બે રસનો અનુભવ નથી, પણ એકલા એક વિજ્ઞાનઘન ચૈતન્યરસપણે જ તેને
પોતાનો આત્મા અનુભવાય છે, તેમાં બીજાનો અનુભવ નથી; રાગનો અનુભવ જ્ઞાનમાં
નથી, જ્ઞાનથી બહાર છે. એટલે જ્ઞાનીને એક વિજ્ઞાનરસપણે જ આત્મા અનુભવાય છે,
ત્યારે અજ્ઞાનીને એકલા રાગરસપણે જ આત્મા અનુભવાય છે, રાગ વગરના
ચૈતન્યરસની તેને ખબર નથી.
ચૈતન્યરસ તરફ જ ખેંચાઈને પોતાના ચૈતન્યસ્વભાવમાં જ તે મગ્ન થઈ. અહા, ચૈતન્ય
રસ ચાખ્યો તે રાગના આકુળરસનો સ્વાદ લેવા કેમ જાય? તે રાગને ધર્મ કેમ માને?
વીતરાગ ભગવાનનો માર્ગ તો આવો છે શુભરાગથી મળી જાય – એવો કાંઈ વીતરાગ
દેવનો માર્ગ નથી બાપુ! વીતરાગના મારગડા જગતથી ને રાગથી જુદા છે, એ તો
અંતરમાં સમાય છે.
આવે છે. સાચા દેવ – ગુરુ – શાસ્ત્રને માનવા તે કાંઈ મિથ્યાત્વ નથી; દેવ – ગુરુ
તરફનો ભાવ તે તો શુભરાગ છે; પુણ્યબંધનું કારણ છે, તે કાંઈ મિથ્યાત્વ નથી, પણ દેવ
– ગુરુ તરફના તે શુભરાગને ધર્મ માનવો કે તેને મોક્ષનું ખરૂં કારણ માનવું – એવી
ઊંધી માન્યતા મિથ્યાત્વ છે. દેવ – ગુરુ – શાસ્ત્રના બહુમાનનો શુભરાગ તો ધર્મી –
સમ્યગ્દ્રષ્ટિને પણ હોય છે; પણ ધર્મી પોતાના જ્ઞાનને તે રાગથી જુદું જ અનુભવે છે,
તેથી તેને મિથ્યાત્વ નથી. અજ્ઞાની શુભરાગનો કર્તા થઈ ને તેને જ પોતાનું કાર્ય માને
છે ને તેનાથી જુદા જ્ઞાનને ભૂલી જાય છે તેથી તેને મિથ્યાત્વ છે. શુભરાગ પોતે
મિથ્યાત્વ નથી, પણ રાગ અને જ્ઞાનની એકતાબુદ્ધિ તે મિથ્યાત્વ છે.