Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૯ :
નથી, તેનું કર્તૃત્વ આત્માના જ્ઞાનસ્વભાવમાં નથી. વિકલ્પ તે અજ્ઞાનીનું કાર્ય છે,
જ્ઞાનીને વિકલ્પ તે જ્ઞેયપણે છે, જ્ઞાનના કાર્યપણે નહીં. માટે કહ્યું કે વિકલ્પનો કરનાર
અજ્ઞાની છે. જ્ઞાની તો જ્ઞાનસ્વભાવનો જ કરનાર છે, તે વિકલ્પનો જુદાપણે જાણનાર
છે, કરનાર નથી. જ્ઞાનસ્વભાવની અનુભૂતિ વડે આવી અપૂર્વ જ્ઞાનદશા પ્રગટે છે. અને
સોનગઢ – સમાચાર
પૂજ્ય ગુરુદેવશ્રી સુખશાંતિમાં બિરાજમાન છે. સવારે શ્રી નિયમસારજી અને
બપોરે શ્રી સમયસારજી શાસ્ત્ર ઉપર સુંદર પ્રવચનો ચાલી રહ્યા છે. જયપુરથી શેઠશ્રી
પૂરણચંદ્રજી ગોદીકા, શ્રી પં. હુકમચંદજી શાસ્ત્રી તથા મહેન્દ્રકુમારજી સેઠી અને ફતેપુરથી
શ્રી બાબુભાઈ ચુનીલાલ મહેતા પૂજ્ય ગુરુદેવના સત્સમાગમ તથા પ્રવચનોનો લાભ
લેવા સોનગઢ આવ્યા હતા. તદુપરાંત મહારાષ્ટ્રના મુમુક્ષુઓ પણ પૂજ્ય ગુરુદેવના
સત્સમાગનો લાભ લેવા આવ્યા છે.
શ્રી પરમાગમ મંદિરનું નિર્માણકાર્ય તથા મશીન દ્વારા શ્રી સમયસારજી શાસ્ત્રના
અક્ષરો કોતરવાનું કામ બરાબર ચાલી રહ્યું છે. માગશર વદ આઠમે પૂજ્ય ગુરુદેવશ્રીના
સુહસ્તે ઈટાલીથી આવેલા મશીન દ્વારા અક્ષરો કોતરવાની મંગળ શરૂઆત અજિત
પ્રેસમાં થઈ, તે પ્રસંગે મુમુક્ષુઓએ ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો.
આત્મધર્મના ગ્રાહકોને સૂચના
સં. ૨૦૨૯ ના ગ્રાહકોને “વીતરાગ વિજ્ઞાન” (છહઢાળા – પ્રવચન ભાગ, ૩)
પુસ્તક સ્વ. શ્રી વછરાજભાઈ ગુલાબચંદ કામદાર ગોંડલવાળાનાં સુપુત્રો તરફથી ભેટ
આપવાનું છે. જેઓ રૂબરૂ પુસ્તક નથી લઈ ગયા અને પોસ્ટ દ્વારા મંગાવવા ઈચ્છા હોય
તેમણે નીચેના સરનામે ૦–૪૦ પૈસાની પોસ્ટની ટિકિટો બીડવી અને રજીસ્ટરથી
મંગાવવા ઈચ્છનારે ૧–૪૦ ની ટિકિટો બીડવી. ટિકિટો મોકલનારને જ સંસ્થા પોસ્ટ
દ્વારા મોકલે છે.
– શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)