આરસમાં) સમયસાર કોતરવાની મંગલ શરૂઆત થઈ છે.
અનુભવદશામાં ઝુલતાં ઝુલતાં શાસ્ત્ર–રચનાનો વિકલ્પ આવ્યો ને આ સમયસારાદિ
શાસ્ત્રોની રચના થઈ ગઈ; તેમાં વિકલ્પનું કે વાણીનું કર્તૃત્વ તેમના જ્ઞાનમાં નથી,
જ્ઞાનના સ્વ–પરપ્રકાશક સામર્થ્યમાં વિકલ્પ અને વાણી પરજ્ઞેયપણે જણાઈ જાય છે.
આખો આત્મા આવો આનંદમૂર્તિ – ચૈતન્મૂર્તિ છે’ એવું ધર્મીને ભાન થાય છે. આ રીતે
સ્વભાવમાં એકતા ને રાગથી ભિન્નતાના અનુભવ સહિત આત્માની જે પ્રતીત થઈ તે
સમ્યગ્દ્રર્શન છે. એવું સ્વરૂપ આચાર્યદેવે આત્માના વૈભવથી આ સમયસારમાં દેખાડ્યું
છે. ધર્મીને રાગના કાળે તે રાગનું જ્ઞાન વર્તે છે, એટલે ધર્મી જીવ સ્વ. પરપ્રકાશક
જ્ઞાનપણે વર્તે છે. તેના જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માનો અનુભવ વર્તે છે,
અહા, ચૈતન્યભગવાન પૂર્ણાનંદપણે જેને અનુભવમાં આવ્યો તે સમ્યગ્દ્રર્શનની શી વાત!
લોકોને સમ્યગ્દ્રર્શન શું ચીજ છે તેની ખબર નથી.
‘વિકલ્પનું જ્ઞાન’ કહેવું તે વ્યવહાર છે, ખરેખર જ્ઞાનમાં વિકલ્પની અપેક્ષા નથી. જ્ઞાની
વિકલ્પનો કર્તા નથી. એ વાત ૯પ માં કળશમાં આચાર્યદેવ કહે છે–
न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ।। ९५ ।।
જીવને તે વિકલ્પનું કર્તાકર્મપણું કદી નાશ થતું નથી. અને જ્ઞાન થયા પછી વિકલ્પનું