Atmadharma magazine - Ank 351
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 45

background image
: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૩ :
કર્તૃત્વ રહેતું નથી. જ્ઞાનસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ નથી, વિકલ્પ કરવા ઉપર જ જેની દ્રષ્ટિ
છે તે જ જીવ વિકલ્પનો કર્તા છે. જ્ઞાનના અનુભવપણે પરિણમનાર જીવ વિકલ્પનો કર્તા
કદી થતો નથી. અજ્ઞાનભાવથી જ જીવને વિકલ્પનું કર્તાપણું છે, અને વિકલ્પ જ
અજ્ઞાનીનું કર્મ છે. જ્ઞાનમાં વિકલ્પ સાથે કર્તાકર્મપણું છૂટી જાય છે. આવા જ્ઞાન
સ્વભાવનો જેણે અનુભવ કર્યો તેણે પરમાગમને પોતાના આત્મામાં કોતર્યા. આત્માના
આનંદનો સ્વાદ જેણે ચાખ્યો નથી તે જ વિકલ્પનો કર્તા થઈને તેને કરે છે. પણ
વિકલ્પનું તે કર્તૃત્વ અજ્ઞાનીને તે અજ્ઞાનપર્યાયમાં જ છે. દ્રવ્ય – ગુણસ્વભાવમાં
વિકલ્પનું કર્તૃત્વ નથી, કે કર્મ વગેરે બીજી ચીજ તે વિકલ્પની કર્તા નથી. અને
દ્રવ્યસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે તેને તો જ્ઞાનપર્યાયમાં વિકલ્પનું ય કર્તૃત્વ નથી, તેને
તો જ્ઞાનભાવનું જ કર્તૃત્વ છે.
શુભાશુભભાવના કાળે, અજ્ઞાની તે ભાવરૂપે જ પોતાને અનુભવતો થકો તેનો
જ કર્તા થાય છે; પણ તે સિવાય બહારમાં શરીરાદિની ક્રિયાંમાં તો તેનું કાંઈ કર્તૃત્વ
નથી. અને જ્ઞાનીને તો તે શુભાશુભભાવના કાળે જ તેનાથી ભિન્ન જ્ઞાનનું વેદન વર્તે છે,
તેમાં તે જ્ઞાન–આનંદના સ્વાદને જ વેદે છે, શુભાશુભરાગનું કર્તૃત્વ તેને નથી, ને
બહારથી ક્રિયાનું કર્તૃત્વ પણ નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્માના વેદન વગર અનંતવાર
શુભક્રિયાઓ કરીને સ્વર્ગમાં જવા છતાં જીવ દુઃખને જ પામ્યો; શુભરાગવડે પણ તે
લેશમાત્ર સુખ ન પામ્યો, કેમકે આત્માના આનંદની તેને ખબર નથી. શુભના પરિણામ
તો દુઃખરૂપ છે, જીવમાં ક્ષોભ ઉત્પન્ન કરનારાં છે, ને તેનાથી પાર જ્ઞાનસ્વરૂપ આત્મા
આનંદરૂપ છે, અરે, આવા આત્માને લક્ષમાં તો લ્યો, વીતરાગદેવે કહેલા આત્મતત્ત્વને
ઓળખ્યા વગર ભવના આરા આવે તેમ નથી.
શુભાશુભ – વિકલ્પને જ પોતાનું સ્વરૂપ માનીને જે અટકી ગયો છે તે જીવ
વિકલ્પસહિત છે અને તેને જ વિકલ્પ સાથે કર્તાકર્મપણું છે, અજ્ઞાનમાં વિકલ્પનું
કર્તાકર્મપણું કદી છૂટતું નથી. અહીં તો જ્ઞાનસ્વભાવના અનુભવવડે તે કર્તાકર્મપણું કેમ
છૂટી જાય – તે વાત આચાર્યભગવાને આ સમયસારમાં સમજાવી છે. જ્ઞાનમાં વિકલ્પનું
કર્તૃત્વ જરાપણ ભાસતું નથી. વિકલ્પનો કોઈ અંશ જ્ઞાનમાં નથી, તેથી જ્ઞાનીને વિકલ્પનું
કર્તાપણું જરાપણ નથી. જ્ઞાનની પરિણતિ અને વિકલ્પને કરવારૂપ પરિણતિ બન્ને
એકસાથે કદી હોય નહીં. વિકલ્પને કરવારૂપ અજ્ઞાનક્રિયામાં જ્ઞાનક્રિયા કદી હોતી નથી,
ને જ્ઞાનના અનુભવરૂપ જ્ઞાનક્રિયામાં વિકલ્પને કરવારૂપ કરોતિ ક્રિયા