ત્યાં હવે રાગનું કર્તૃત્વ કેવું? સમ્યગદ્રર્શન થયું ત્યાં આત્મામાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ,
આત્મા આનંદનો સ્વાદ લઈને જ્ઞાનરૂપ થયો, ત્યાં હવે રાગ રહી શકે નહીં. તેથી દ્રષ્ટિમાં
તો આનંદમય આત્મા બિરાજે છે.
જ્ઞાન ભલે હો, પણ તે જ્ઞાન રાગથી જુદું પૃથક વર્તે છે. આવો મોક્ષનો માર્ગ છે. ભાઈ!
ચોરાશીલાખ યોનિમાં અવતાર કરી કરીને અજ્ઞાનથી તું દુઃખી થયો, તેનાથી છૂટકારો
કેમ થાય તેની આ વાત છે.
– પણ સમકિતીની જ્ઞાનપર્યાયમાં તે રાગ નથી, જ્ઞાનથી તો તે જુદો જ છે. જેમ જગતમાં
છ દ્રવ્યો છે તે બધા પૃથક્ – પૃથક્ છે, તેમ ધર્મીને જ્ઞાન અને રાગ પણ પૃથક્ – પૃથક્
વર્તે છે. તેમાં જ્ઞાનના કર્તાપણે ધર્મી વર્તે છે. રાગ તેના જ્ઞાનપણે વર્તતો નથી પણ
જ્ઞાનથી જુદો જ વર્તે છે. અજ્ઞાની તો જ્ઞાન ને રાગ બધું એકમેક અનુભવે છે, રાગથી
જુદા જ્ઞાનની તેને ખબર નથી, જ્ઞાનના સ્વાદને તે જાણતો નથી, તેથી અજ્ઞાનમાં તેને
કદી થતું નથી. અહો, સમ્યગ્દ્રર્શન એટલે તો આત્મા, સમ્યગ્દર્શન એટલે તો સમયસાર, –
તેમાં રાગનું કર્તૃત્વ કેમ હોય? ચોથા ગુણસ્થાને જે રાગ છે તે રાગનું કર્તૃત્વ સમકિતીની
જ્ઞાનપર્યાયમાં નથી; ચોથા ગુણસ્થાને પણ ધર્મીજીવ પોતાના જ્ઞાનભાવને જ કરે છે. છ
દ્રવ્યો જેમ જુદાં છે તેમ જ્ઞાન અને રાગ જુદાં છે. રાગ રાગના ઘરે રહ્યો, સમકિતીની
જ્ઞાન–આનંદપર્યાયમાં તે નથી. સમયસારની તો રચના જ કોઈ અલૌકિક છે, તેમાં બધુંય
આવી જાય છે.