Atmadharma magazine - Ank 352
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 29

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ર૧ :
જ્ઞાન ને આનંદસ્વરૂપે શાશ્વત છું; આ જડ–શરીરના નાશથી મારો નાશ નથી, તેમ દેહની
સાથે આત્માને એકતાને સંબંધ નથી; શરીર આત્માથી છૂટી જાય છે પણ જ્ઞાન કદી
આત્માની છૂટું પડતું નથી, તેમજ રાગ છૂટતાં આત્મા એવો ને એવો રહે છે પણ જ્ઞાન
વગર આત્મા કદી હોતો નથી. – આમ જ્ઞાનસ્વરૂપે જ તે પોતાને અનુભવે છે. તેથી
મરણ વગેરે સંબંધી સાત ભયો તેને હોતાં નથી. દેહ છૂટવાનો સમય આવતાં ‘હું મરી
જઈશ’ એવો ભય કે શંકા તેને થતા નથી. તે જાણે છે કે અસંખ્યપ્રદેશી મારું ચૈતન્ય
શરીર અવિનાશી છે, તેનો કદી નાશ થતો નથી. જ્ઞાની કે અજ્ઞાની બંનેને દેહ તો છૂટે જ
છે, પણ જ્ઞાનીએ દેહને જુદો જાણ્યો છે તેથી તેને ચૈતન્યલક્ષે દેહ છૂટી જાય છે, એટલે તેને
સમાધિમરણ છે; અજ્ઞાનીને આત્માને ભૂલીને દેહબુદ્ધિપૂર્વક દેહ છૂટે છે તેથી તેને
અસમાધિ જ છે.
ગમે તેવી પ્રતિકૂળતામાંય ‘હું સ્વયંસિદ્ધ ચિદાનંદસ્વભાવી પરમાત્મા છું’
એવી નિજાત્માની અંર્તપ્રતીત ધર્મીને કદી ખસતી નથી. આત્મસ્વભાવની આવી
પ્રતીત તે સમ્યગ્દર્શન છે; સમ્યગ્દ્રષ્ટિને અતીન્દ્રિય આત્મસુખનો સ્વાદ આવી ગયો છે,
તેથી બાહ્યવિષયોના સુખ– કે જે આત્માના સ્વભાવથી પ્રતિકૂળ છે–તેમાં તેને રસ
આવતો નથી. ધર્મી કદાચ ગૃહસ્થ હોય, રાજા હોય, છતાં ચૈતન્યસુખના સ્વાદથી
વિપરીત એવા વિષયસુખોમાં તેને રસ નથી; અંતરના ચૈતન્યસુખની ગટાગટી પાસે
વિષયસુખોની આકુળતા તેને વિષ જેવી લાગે છે, એટલે તે તો ‘સદનનિવાસી તદપિ
ઉદાસી’ છે.
સમ્યગ્દર્શન વગરનું ગમે તેટલું જાણપણું કે ગમે તેવાં શુભ–આચરણ તે કોઈ
સમ્યગ્જ્ઞાન કે સમ્યક્્ચારિત્ર કહેવાતાં નથી, એટલે તે મિથ્યા છે. માટે સમ્યગ્દર્શન જ
સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્રનું બીજ છે. રાગથી ને બહારના જાણપણાથી સમ્યગ્દર્શનની
જાત જ જુદી છે. સમ્યગ્દર્શન પોતે સવિકલ્પ અને નિર્વિકલ્પ એવા બે ભેદવાળું નથી;
સમ્યક્ત્વ તો વિકલ્પોથી પાર, શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપે જ વર્તે છે, તે કદી વિકલ્પને સ્પર્શતું
નથી. સવિકલ્પદશાના કાળે પણ ધર્મીનું સમ્યક્ત્વ તો વિકલ્પ વગરનું જ છે.
જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે, અને એ રીતે સંપૂર્ણ સ્વરૂપનો જે સાધક થયો છે
તે કોઈપણ સંયોગોમાં ભયથી, લજ્જાથી કે લાલચથી, કોઈપણ પ્રકારે અસત્ને પોષણ
નહિ જ આપે. એ માટે કદાચ દેહ છૂટવા સુધીની પ્રતિકૂળતા આવી પડે તો પણ તે
સત્થી ચ્યુત નહિ જ થાય, આત્મસ્વરૂપને અન્યથા નહિ માને, ને અસત્નો આદર