: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૧૧ :
આત્માનું સ્વરૂપ શું, લક્ષણ શું, અને કાર્ય શું, તે મુમુક્ષુજીવ નક્કી કરે છે. મારા
આત્માના આશ્રયે જ મને સુખ થશે–એમ તેને ખ્યાલમાં આવે છે. ત્યારબાદ તે ચિંતન–
મનન દ્વારા ગુરુઉપદેશ સાથે પોતાના વિચારો સરખાવે છે; ઉપદેશ અનુસાર વસ્તુ તેને
પોતામાં ભાસતી જાય છે. જ્ઞાનાદિ સ્વગુણોથી પૂરો, અને અન્ય સર્વ પદાર્થોથી ભિન્ન,
કર્મ–નોકર્મથી જુદો, રાગાદિ વિકારી ભાવોથી પણ જુદી જાતનો એવો આત્મસ્વભાવ,
શુદ્ધ ચૈતન્ય–આનંદકારી અનંત ચૈતન્યલક્ષ્મીવાન હું જ છું, એમ નિજસ્વરૂપનો નિર્ણય
કરીને તેમાં તે ઊંડો ઊતરતો જાય છે.
આવા જીવની વિચારધારા ક્ષણે ક્ષણે આત્મસન્મુખ થતી જાય છે. શાસ્ત્રવાંચન
ગુરુઉપદેશ તથા અંતરમાં પોતાના જ્ઞાન–વિચારના ઉદ્યમ વડે તેને પોતાનું
સમ્યક્દર્શનરૂપી કાર્ય કરવાનો ઘણો જ હર્ષ અને ઉત્સાહ છે. સ્વકાર્યને સાધવા તે ઉત્સાહ
પૂર્વક પ્રયત્ન કરે છે, તેમાં પ્રમાદ કરતો નથી. તત્ત્વવિચારના ઉદ્યમ વડે તેને સ્વ પરની
સ્પષ્ટ ભિન્નતા ભાસે, અને સ્વસંવેદનપૂર્વક કેવળ પોતાના જ્ઞાનમય આત્મા વિષે જ
‘આ હું છું’ એવી અહંબુદ્ધિ થાય ત્યારે તે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. પહેલાંં જેમ શરીરમાં
મિથ્યા અહંબુદ્ધિ હતી કે ‘મનુષ્યાદિ જ હું છું’ તેમ હવે દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
આત્મામાં સ્વાનુભવપૂર્વક એવી સમ્યક્ અહંબુદ્ધિ થઈ કે ‘આ ચૈતન્યપણે અનુભવાતો
આત્મા જ હું છું. સમ્યગ્દર્શન થતાં અંતરમાં જ્ઞાનની અનુભૂતિપૂર્વક આત્માના આનંદનું
ઉદ્યમ કર્યાં જ કરે–તે જીવનું કર્તવ્ય છે; અને ત્યાં કર્મના સ્થિતિ–અનુભાગ વગેરેમાં પણ
સમ્યક્ત્વ થવાને યોગ્ય ફેરફાર સ્વયમેવ થઈ જાય છે.
દેહથી ભિન્ન ચૈતન્યમય મારું અસ્તિત્વ–વસ્તુત્વ વગેરે અનંત શક્તિઓ મારામાં
રહેલી છે; જ્ઞાન–આનંદરૂપે પરિણમન કરવું તે મારો સ્વભાવ છે. જડના કોઈ પણ
પરિણામરૂપે હું થતો નથી, તેથી તેનું કાંઈ હું કરી શકું નહીં. આવી વિચારધારાથી પર
પ્રત્યેનો રસ ઊડી જાય છે, ને ચૈતન્ય તરફનો રસ વધતો જાય છે. હું અસંખ્યપ્રદેશી એક
અખંડ પદાર્થ છું અને મારામાં દર્શન–જ્ઞાન–આનંદ વગેરે અનંતગુણો સર્વપ્રદેશે ઓતપ્રોત
થઈને રહેલાં છે, તેઓ જ શ્રદ્ધા–જ્ઞાન–સુખપર્યાયરૂપે થાય છે, તેનો કર્તા આત્મા જ છે. –
આમ આત્માના સ્વભાવને જાણે છે અને તેના ધ્યાનનો અભ્યાસ કરે છે. આવા
અભ્યાસ વડે તે સમ્યક્ત્વસન્મુખ જીવ થોડા કાળમાં સમ્યગ્દર્શન પામે છે; કોઈ આ
ભવમાં જ પામે છે; અગર આ ભવના સંસ્કાર લઈને જ્યાં