Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 49

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૧૭ :
જ્ઞાન–લીનતા વડે અભૂતપૂર્વ સિદ્ધદશા થાય છે. આ અંતર્મુખ ભાવોમાં ક્યાંય રાગનું કે
પરનું અવલંબન નથી; એકલા સ્વતત્ત્વમાં તે સમાય છે.
ભાઈ, આ તારા અપૂર્વ હિતની વાત છે. અંતરમાં ઊતરીને જેણે આત્માને શોધી
લીધો છે તે ધર્મીજીવ આખા જગતથી ઉદાસ થઈ, રાગથીયે ઉદાસ થઈ, અંતરમાં
ભવદુઃખથી છૂટવા મોક્ષસુખને સાધે છે. હે જીવ! અનંતકાળના ભવદુઃખની ભયંકર
પીડા, તેનાથી છૂટવા ને ચૈતન્યની સાચી શાંતિ પામવા તું તારા અંતરમાં રાગ વગરના
પરમ ચૈતન્યતત્ત્વને દેખ. અનંત શુદ્ધતાનો ગંજ અંદર છે તેના વેદનસહિતની શ્રદ્ધા તે
સમ્યગ્દર્શન છે.
અરે જીવ! તારા તત્ત્વનો મહિમા કોઈ પરમ અદ્ભુત છે; સિદ્ધભગવાન જેવો
મહિમા તારા આત્મામાં છે, પુણ્યથી તેનો પાર પમાય તેમ નથી. એની ગંભીરતા ને
ગહનતા, અંતરના સ્વાનુભવવડે જ પાર પમાય તેવા છે. ચૈતન્યના બાગમાં જ્યાં
અતીન્દ્રિય આનંદના ફૂવારા ઊછળે છે–તેમાં પ્રવેશીને, આનંદધામમાં અવિચળપણે ધર્મી
જીવ મોક્ષને સાધે છે. તે અતીન્દ્રિય ચૈતન્યરસનો સ્વાદીયો થયો છે, ત્યાં બાહ્ય વિષયોના
સ્વાદમાં ક્યાંય તેને ચેન પડતું નથી; વિષયોનું વેદન તો વિષ જેવું લાગે છે. ચૈતન્યના
પરમ અચિંત્ય આનંદ પાસે તેને દુનિયાનો પ્રેમ ઊડી ગયો છે. તેની અંતરની મીઠીમધુરી
સમ્યક્ દ્રષ્ટિ નિઃશંકપણે પ્રતીત કરે છે કે ત્રિકાળ સહજ સ્વભાવમાં મને સહજ જ્ઞાન–
સહજદ્રષ્ટિ અને સહજચારિત્ર સદાય જયંવત વર્તે છે; અને સહજ શુદ્ધચેતના પણ
અમારા પરમતત્ત્વમાં સુસ્થિતપણે સદા જયવંત વર્તે છે. અમારા આત્મામાં આવી સહજ
ચેતનાને અમે સદા જયવંત દેખીએ છીએ, તેમાં ક્યાંય રાગાદિ પરભાવો જયવંત નથી.
આત્માનો પરમ ગંભીર મહિમા જેવો છે તેવો જ સંતો બતાવે છે. જે સત્ ‘છે’ તેનાથી
વધારે કોઈ નથી કહેતા, અહા, ચૈતન્યના મહિમાની શી વાત! અંતરના અનુભવ વગર
એના મહિમાનો પાર પમાય તેમ નથી. આત્માનો સાક્ષાત્ અનુભવ થતાં પરભાવો જુદા
રહી જાય છે, ચૈતન્યની શાંતિના અનુભવમાં તે એકમેક થતા નથી, કેમકે તેની જાત
તદ્ન જુદી છે, તેના અંશો તદ્ન જુદા છે. આવી અપૂર્વ આત્મશાંતિનું વેદન તે
જિનવાણીના અભ્યાસનું ફળ છે. (વચનામૃત વીતરાગમાં... પરમ શાંતરસ–મૂળ,)
વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં પરમાગમ આત્માના શાંત ચૈતન્યરસથી
ભરેલાં છે. ભવ્યજીવોએ પીવાયોગ્ય અમૃત તે પરમાગમમાં ભર્યું છે; –કેમકે તે પરમાગમ
રાગાદિથી અત્યંત જુદું પરમ નિરપેક્ષ ચૈતન્યતત્ત્વ દેખાડે છે, તે તત્ત્વની સન્મુખ થતાં જ