: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૧૯ :
ફળ છે. શુભરાગ તે કાંઈ ખરેખર પરમાગમનું ફળ નથી. આત્મામાં વીતરાગતા ને
આનંદ થાય તે જ પરમાગમનું ફળ છે. કેમકે પરમાગમે સ્વ–પરનું ભેદજ્ઞાન કરાવીને
સ્વ–સન્મુખ થવાનું કહ્યું હતું, –એમ કરતાં પરમ આનંદ પ્રગટ્યો, મોક્ષમાર્ગ પ્રગટ્યો. જે
આવો માર્ગ પ્રગટ કરે તેણે જ ખરેખર પરમાગમને જાણ્યા છે.
અહો! વીતરાગી સંતોએ આવા પરમાગમ દ્વારા અમને શુદ્ધાત્મા આપ્યો...
અમારા આત્માનો અનંત વૈભવ અમને દેખાડ્યો. એને જાણતાં જે અમૃત મળ્યું તેની શી
વાત! જેમ પૂરણપોળી ઘીથી રસબેળ હોય તેમ પરમાગમ તો સર્વત્ર વીતરાગી–
ચૈતન્યરસથી તરબોળ છે... વીતરાગરસથી ભરેલો આત્મા તે લક્ષગત કરાવે છે, ને
પરપ્રત્યેથી પરમ વૈરાગ્ય કરાવીને ચૈતન્યના આનંદરસનો સ્વાદ ચખાડે છે.
[શ્રી ગુરુપ્રતાપે આવા પરમાગમ અહીં સોનગઢના પરમાગમ–મંદિરમાં
કોતરાઈ રહ્યા છે... ને ભવ્ય જીવો તેના ભાવને આત્મામાં કોતરીને પરમ આનંદને
પામે છે.]
અહો! પરમાનંદની ભેટ દેનારા પરમાગમ જયવંત વર્તો.
* * *
આત્મધર્મનું... ભેટપુસ્તક... વીતરાગવિજ્ઞાન (૩)
છહઢાળા પ્રવચનોમાંથી ‘વીતરાગવિજ્ઞાન–ભાગ ત્રીજો’ છપાઈ ગયેલ
છે. કિંમત એક રૂપિયો, પોસ્ટેજ ૩૦ પૈસા; આ પુસ્તકમાં સમ્યગ્દર્શનસંબંધી
સુંદર વિવેચન છે, તે મુમુક્ષુને સમ્યક્ત્વનો પરમ મહિમા બતાવીને તેના
પ્રયત્નમાં જાગૃત કરે છે. આત્મધર્મના ચાલુ વર્ષના ગ્રાહકોને આ પુસ્તક ભેટ
આપવામાં આવ્યું છે. (ભેટ પુસ્તક રૂબરૂમાં, અથવા પોસ્ટેજના ૩૦ પૈસા
મોકલીને ગ્રાહકોએ મંગાવી લેવાનું હોય છે.) ભેટ આપવાના પુસ્તકો હવે
મર્યાદિત જ છે એટલે વૈશાખ સુદ બીજ સુધી જ ભેટ અપાશે; ત્યારપછી
પુસ્તક ભેટ આપવાનું બંધ થશે. માટે ગ્રાહક ન હોય તેમણે ત્યાંસુધીમાં ગ્રાહક
થઈ જવું ને પોતાનું ભેટપુસ્તક મેળવી લેવું. લવાજમ ચાર રૂપિયા છે.
આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર)