: ર૦ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
જ્ઞાનસ્વભાવી જીવ. તેની ત્રણ અવસ્થાઓ
બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ
જ્ઞાનસ્વભાવી જીવની ત્રણ અવસ્થા સમજાવીને આચાર્યદેવ
પરમાત્મા થવાની રીત બતાવે છે. કોઈને એમ થાય કે અરે! પરમાત્મા
થવાની આવડી મોટી વાત અમને કેમ સમજાય? તો કહે છે કે હે ભાઈ!
આત્માની દરકાર કરીને જે સમજવા માંગે તેને દરેકને સમજાય તેવી આ
વાત છે. તારા સ્વરૂપમાં જે છે તે જ તને બતાવીએ છીએ. એનાથી વિશેષ
કાંઈ નથી કહેતા. આત્માના હિત માટે જીવનમાં આ વાત લક્ષમાં લેવા
જેવી છે.
નિશ્ચયથી બધા જીવો
જ્ઞાનસ્વભાવી એકસરખા છે;
અવસ્થા અપેક્ષાએ જીવોના ત્રણ
પ્રકાર છે– (૧) બહિરાત્મા; (ર)
અંતરાત્મા; (૩) પરમાત્મા. આ
ત્રણ તો જીવની પર્યાયો છે; ને
દ્રવ્યસ્વભાવથી બધા જીવો
પરમાત્મસ્વરૂપ પરિપૂર્ણ છે, તે
સ્વભાવનું ભાન કરીને તેમાં
એકાગ્ર થતાં પર્યાયમાંથી બહિરાત્મપણું ટળીને જીવ પોતે અંતરાત્મા અને પરમાત્મા
થાય છે. પરમાત્મા થયેલા કોઈ જીવ ફરીને બહિરાત્મા ન થાય, પણ બહિરાત્મા જીવ
સમ્યક્ત્વાદિ દ્વારા પરમાત્મા થઈ શકે છે. અહો, એકેક જીવમાં પરમાત્મા થવાની સ્વતંત્ર
તાકાત, એ વાત જૈનશાસન જ બતાવે છે.
જગતમાં ભિન્નભિન્ન અનંતા જીવો છે; દરેક જીવનું લક્ષણ જ્ઞાનચેતનાછે.
અવસ્થામાં તે જીવો ત્રણ પ્રકારરૂપે પરિણમે છે, તેનું સ્વરૂપ:–