: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ર૪૯૯
લવાજમ ફાગણ
ચાર રૂપિયા માર્ચ 1973
વર્ષ : ૩૦ અંક : પ
પરમાગમ–મંદિરમાં પ્રથમ મંગલ પ્રવચન
(મંગલ મોક્ષપુરી તરફ આનંદથી પા–પા–પગલી માંડી.)
ફાગણસુદ બીજ એ સોનગઢના જિનાલયમાં સીમધરનાથ
પ્રભુની પધરામણીનો મંગલ દિવસ છે. આ ફાગણ સુદ બીજે,
વિદેહીનાથની વાણીના સારરૂપ સમયસાર–પરમાગમ કોતરેલી
આરસશિલા પરમાગમ–મંદિરમાં લગાડવાનું મુહૂર્ત ગુરુદેવના સુહસ્તે
થયું. પરમાગમ–મંદિરમાં સવારે–બપોરે પ્રવચનો પણ થયાં. –આમ
અનેકવિધ મંગલઉત્સવ થયો. પરમાગમ–મંદિરમાં થયેલા
મંગલપ્રવચનોની પ્રસાદી અહીં આપી છે.
(નિયમસાર કળશ: ૧૯–ર૦ તથા સમયસાર ગા. ૧૯૬)
ધર્માત્મા જીવોએ શું કરવું? જેણે સુખી થવું છે તેણે શું કરવું? કેવા આત્માને
ધ્યાવવો? તેની આ વાત છે. –પરમાગમમંદિરમાં મંગળ તરીકે આ સરસ વાત
આવી છે. ચૈતન્યશરીરી આત્મા કે જે શાંતનિરાકુળ સુખથી ભરેલો છે–એવા
આત્માની ભાવના કરીને, પરિગ્રહનું ગ્રહણ છોડવું ને શરીરની પણ ઉપેક્ષા કરવી.
અંતરમાં વળીને ચૈતન્યસ્વરૂપી આત્માને અવલંબ્યો ત્યાં પરદ્રવ્યના ગ્રહણની બુદ્ધિ
છૂટી ગઈ. આ રીતે આત્માના અવલંબને તેની ભાવના કરતાં આનંદ અનુભવાય
છે, તે અપૂર્વ મંગળ છે; તે પરમાગમનો સાર છે.