Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 49

background image
: : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
હે ભવ્ય! એકવાર તું ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ કર, તો તેના ફળમાં તને એવી
કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટશે કે જે જગતને મંગળરૂપ છે. અહો! આત્મા આનંદથી ભરેલો
છે, તેની ભાવના કરવી તે પરમાગમના અભ્યાસનું ફળ છે. અહો, તીર્થંકરપરમાત્માના
જ્ઞાનમાં આવેલો આનંદમય આત્મા, તેને ધર્મી ભાવે છે; રાગને તે ભાવતો નથી.
સહજજ્ઞાનસ્વરૂપ આત્મા તો આનંદમાં ફેલાયેલો છે; જડ શરીરમાં કે રાગમાં તેનો
ફેલાવ નથી.
પહેલાંં તો જ્ઞાન ને આનંદથી ભરેલું આવું તત્ત્વ નિર્ણયમાં ને ખ્યાલમાં આવવું
જોઈએ–પછી તેનો અનુભવ થાય. નિર્ણયમાં જ ભૂલ હોય તે અનુભવ ક્યાંથી કરે?
અહા, મારો આત્મા જગતમાં સૌથી સુંદર કોઈ અદ્ભુત જ્ઞાનઆનંદથી ભરેલો
ચૈતન્યચમત્કારી મહા પદાર્થ છે–એમ પરમમહિમાથી અંતરમાં આત્માને લક્ષમાં લઈને
વારંવાર તેને ભાવતાં અતીન્દ્રિય આનંદસહિત ભગવાનના ભેટા થાય છે. આનંદ જેમાં
ભર્યો છે તેની ભાવનાથી આનંદનું વેદન થાય છે. માટે હે જીવ! આનંદથી ભરેલા
આતમરામ સાથે તું રમત માંડ, ને પરભાવ સાથેની રમત છોડ. –આવી ભાવનાના
ફળમાં કેવળજ્ઞાન પ્રગટે છે તે જગતને મંગળરૂપ છે. જુઓ તો ખરા! કુદરત પણ કેવી
સાથે ને સાથે છે! –કે આજના પરમાગમના મંગળમાં આ જગતને મંગળરૂપ
કેવળજ્ઞાનની વાત આવી. –
“भेदज्ञानमहीज सत्फलमिदं वन्द्यं जगत्मंगलम्
અહો, ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું સુંદર ફળ એવું કેવળજ્ઞાન તે જગતને મંગળરૂપ છે,
વંદ્ય છે. ચૈતન્યસ્વભાવની સન્મુખ થઈને તેની ભાવના કરનારું ભેદજ્ઞાન, તે સમસ્ત
મોહ–રાગ–દ્વેષને નષ્ટ કરીને અપૂર્વ કેવળજ્ઞાનજ્યોતિનો ઉદય કરે છે. આનંદ તો
ચૈતન્યમય આત્મામાં છે, –તેમાં રાગ–દ્વેષ–મોહનો અંશ પણ નથી, તેથી તેમાં એકાગ્ર
થતાં રાગ–દ્વેષ–મોહની સત્તાનો નાશ (સત્યાનાશ) થઈ જાય છે, ને વીતરાગી
આનંદમય કેવળજ્ઞાનજ્યોત ઝળકી ઊઠે છે; તે જગતમાં શ્રેષ્ઠ મંગળરૂપ છે.
શાંતિના અપૂર્વ ઝરણાં જેમાંથી ઝરે એવી સર્વોત્તમ વસ્તુ હું પોતે છું, મારી
ચૈતન્યવસ્તુથી ઊંચું બીજું કાંઈ જગતમાં નથી. લોકોમાં જે. પી. વગેરે પદવીથી મોટાઈ
માને છે, પણ તે તો બહારની ઉપાધિ છે; આ અંતરમાં સ્વભાવની