Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 49

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ૩ :
સન્મુખ થતાં મોહને જીતીને આત્મા ‘જય પામે તે ખરો જે. પી. ’ છે. એનાથી ઊંચી
કોઈ પદવી જગતમાં નથી. અરે, એકવાર અંદર ડોકિયું તો કર! અંદર રાગથી ભિન્ન
પડીને ભગવાનને ભાળતાં તને કોઈ અપૂર્વ આનંદ થશે... અપૂર્વ મંગળરૂપ શાંતિદશા
થશે... ને તેની જ ભાવના કરતાં કરતાં કેવળજ્ઞાનરૂપ મહાન ફળ પાકશે... કે જે ઉત્તમ
ફળ જગતમાં સર્વોત્કૃષ્ટ છે, જગતમાં વંદનીય છે, ને આખા જગતને તે મંગળરૂપ છે. જે
કોઈ જીવો આવા સર્વોત્તમ કેવળજ્ઞાનને લક્ષગત કરે છે તેઓ મંગળને પામે છે. અહા!
ધન્ય રે ધન્ય! મારો આત્મા સિદ્ધ જેવા અનંત આનંદથી ભરેલો! –એમ સ્વભાવ
તરફ વલણ કરીને, પહેલાંં તેના અનુમાનથી વિશ્વાસ કરીને અનુભવ કરતાં અપૂર્વ
આનંદ આવે છે. ભાઈ, વિશ્વાસ કરીને અંદર જા... મોક્ષ તરફ તારા મંગલ પ્રયાણ
થશે. ‘અહો! આનંદધામ તરફ હવે અમારા પ્રયાણ થયા... મોક્ષપુરી તરફ પા–પા–
પગલી માંડી.’
ધર્માત્માની આનંદથી ઊછળતી જ્ઞાન–વૈરાગ્યધારા
ફાગણ સુદ બીજે પરમાગમ–મંદિરના મંગલપ્રવચનમાં સવારે નિયમસાર
વંચાયું; તેની ઉત્તમ પ્રસાદી આપે વાંચી; બપોરે સમયસારમાં ૧૯૬ મી ગાથા દ્વારા
ધર્માત્માની અદ્ભુત આનંદપરિણતિ ગુરુદેવે સમજાવી. જ્ઞાન–વૈરાગ્યથી ભરેલી
તેની પ્રસાદી પણ આપ પ્રસન્નતાથી વાંચો.
ધર્મીજીવને ભેદજ્ઞાન વડે જ્યાં ચૈતન્યની અતીન્દ્રિય શાંતિનું વેદન થયું ત્યાં બીજા
બધા કરતાં આવા ચૈતન્યની અધિકતા લાગી, ને તેની લગની લાગી આત્માનો
આનંદસ્વાદ ચાખીને તેની લગનીના જોરે બીજે બધેથી ધર્મીજીવની જ્ઞાનપરિણતિ
વિરક્ત થઈ ગઈ છે એટલે છૂટી જ વર્તે છે. પ્રગટ પર્યાયમાં જ્ઞાન વૈરાગ્યનું અમોઘ
સામર્થ્ય ધર્મીને પ્રગટ્યું છે. આનંદના નાથને અનુભવીને જે શાંતિનું ધર્મીને વેદન