Atmadharma magazine - Ank 354
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 53

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૭ :
ધર્માત્માની બધી પર્યાયઓ જેને અભિનંદે છે એવું
આનંદથી ઉલ્લસતું જ્ઞાનસ્વાદથી ભરેલું એક નિજપદ
રાગમાં નિજપદ માનીને, અજ્ઞાનથી અંધ બનીને જેઓ સૂતા છે ને
ચૈતન્યમય નિજપદને ભૂલી રહ્યા છે, એવા જીવોને જગાડીને રાગથી જુદું શુદ્ધ
ચૈતન્યમય નિજપદ આચાર્યેદેવે દેખાડ્યું. અહો, આવા ચૈતન્યસ્વાદરૂપ નિજપદમાં
રાગનો સ્વાદ સમાય નહીં. જ્ઞાયકરસથી ભરેલા ચૈતન્યના મહા સ્વાદમાં બીજો કોઈ
સ્વાદ સમાઈ શકે નહીં; અત્યંત મધુર ચૈતન્યસ્વાદ રાગના કોઈ અંશની પોતામાં
ભેળસેળ સહન કરી શકે નહિ; ધર્મીને ચૈતન્યસ્વાદની અનુભૂતિમાં બીજો કોઈ સ્વાદ
સમાઈ શકે નહીં. આવો મહા આનંદથી ભરેલો ચૈતન્યસ્વાદ આવે ત્યારે જીવ ધર્મી
થયો કહેવાય. અહો, જ્ઞાનસ્વરૂપનો આ રસીલો સ્વાદ, તેની પાસે જગતના બીજા
બધા રસ અત્યંત ફિકકા લાગે છે, તે ચૈતન્યરસ વગરના હોવાથી અત્યંત નીરસ છે.
અહો, જ્ઞાને અંતર્મુખ થઈને જ્યાં પોતાના આવા જ્ઞાનરસનો સ્વાદ લીધો ત્યાં તે
જ્ઞાનપર્યાય સામાન્યજ્ઞાન સાથે અભેદ થઈને એકપણે પરિણમી છે; તેમાં રાગાદિ તો
નથી, ને ભેદ પણ નથી. જ્ઞાનપર્યાયો છે તે તો અંતરમાં એકાગ્ર થઈને અભેદને જ
અભિનંદે છે. પર્યાયમાં મતિશ્રુત વગેરે ભેદો છે તેથી કાંઈ જ્ઞાનસ્વભાવ ભેદાઈ જતો
નથી, તે બધી પર્યાયો તો અંતરમાં અભેદને અનુભવતી થકી જ્ઞાનસ્વભાવને જ
અભિનંદે છે. જુઓ, આ ધર્મીની જ્ઞાનદશાનું સ્વરૂપ! આવું અભેદસ્વભાવને અભિનંદતું
જ્ઞાન, તેનો અનુભવ તે પરમાર્થ મોક્ષનો ઉપાય છે; તે જ્ઞાનમાં આત્મલાભ છે, ને તેમાં
રાગાદિ અનાત્માનો પરિહાર છે. અહો, આવા અદ્ભુત જ્ઞાનતરંગથી ચૈતન્યરત્નાકર
સ્વયમેવ ઉલ્લસી રહ્યો છે. અત્યંત નિર્મળ આનંદમય સ્વસંવેદનપર્યાયો, તેમાં અદ્ભુત
નિધિવાળા ચૈતન્યરત્નાકર ભગવાનનો રસ અભિન્ન છે; નિર્મળજ્ઞાનપરિણતિથી જુદો
આત્માનો રસ નથી. આત્માનો રસ નિર્મળ ચૈતન્યપર્યાયમાં અભેદ છે; તે પર્યાયરૂપી
તરંગસહિત ચૈતન્યસમુદ્ર પોતામાં ડોલી રહ્યો છે.
આ ચૈતન્યસ્વરૂપ નિજપદ એક છે, તે નિજપદને અનુભવનારું જ્ઞાન પણ
તેમાં અભેદ થાય છે, તેથી તે પણ એક જ છે. અભેદ છે. આવું જે અંતરમાં અભેદ
થઈને પરિણમેલું (ને રાગાદિથી જુદું પરિણમેલું) પરમાર્થરૂપ જ્ઞાન છે તે જ
સાક્ષાત્ મોક્ષ