નાંખ એટલે કે તેને અચેતન કરી નાંખ–આત્માથી જુદો કરી નાંખ; રાગ સાથે એકતા
કરનારો જે મિથ્યાત્વરૂપી યોદ્ધો, તેને ભેદજ્ઞાનરૂપી બાણ વડે મારી નાંખ ને
ઉપયોગસ્વરૂપ આત્માને જીવતો કર, .............. શ્રદ્ધામાં લે, અનુભવમાં લે.
આનંદનો બગીચો, તેમાં લીન થઈને જ્ઞાન શુદ્ધઆત્માને અનુભવે છે.–આવા અનુભવનું
નામ સંવર છે; તેમાં રાગાદિનો અભાવ છે, કર્મનો અભાવ છે.
એવું જે ચૈતન્યસ્વરૂપ તેમાં નિશ્ચલ રહેનારું ધારાવાહી જ્ઞાન, તે જ આત્મઆરામમાં કેલિ
કરનારું છે; તેમાં જ શાંતિ ને આનંદ છે.
સ્વસન્મુખ પરિણતિ શુદ્ધઆત્માને જ પ્રાપ્ત કરે છે, રાગનો અંશ પણ તેમાં નથી.
અચ્છિન્નધારાએ કેવળજ્ઞાનસમુદ્રમાં જઈને ભળશે–એવું ધારાવાહી ભેદજ્ઞાન પ્રગટ
કરવું તે અપૂર્વ છે, તે જ કરવા જેવું છે. આવી ભેદજ્ઞાનધારા જીવને આનંદ
પમાડનારી છે.
સાધકને ઉપયોગની નિર્વિકલ્પધારા ચાલુ રહેતી નથી. પણ ભેદજ્ઞાનની અખંડધારા
ચાલુ રહે છે, સવિકલ્પદશામાંય તેને વિકલ્પથી જુદી ભેદજ્ઞાનની ધારા તો ચાલુ જ છે;
આ રીતે અચ્છિન્ન ભેદજ્ઞાનધારા વડે અલ્પકાળમાં આત્માની પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરીને
કેવળજ્ઞાન થાય છે.