: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૧૫ :
સમ્યગ્દ્રષ્ટિ કાંઈ સદાય નિર્વિકલ્પ અનુભવમાં ન રહી શકે; પરંતુ સર્વિકલ્પ દશા
વખતેય તેનું સમ્યગ્દર્શન કે ભેદજ્ઞાન ખસે નહિ. શુભ કે અશુભ વખતેય તે શુભ
અશુભથી જુદી એવી જ્ઞાનધારા તેને વર્તે જ છે; શુભાશુભ વખતે કાંઈ જ્ઞાનધારા તૂટી
જતી નથી, કે જ્ઞાનધારા પોતે મેલી થઈ જતી નથી. શુભાશુભ વખતે જ તેનાથી ભિન્ન
શુદ્ધઆત્માનું જ્ઞાન વર્તે છે, તે કાંઈ અજ્ઞાન થઈ જતું નથી.–આવી અવિચ્છિન્ન
જ્ઞાનધારા તેનું નામ ધર્મ છે, ને તે સંવર તથા મોક્ષમાર્ગ છે.
ભેદજ્ઞાનના મહિમાપૂર્વક આચાર્યદેવ કહે છે, તે કાંઈ અજ્ઞાન થઈ જતું નથી.
આવી અવિચ્છિન્ન જ્ઞાનધારા તેનું નામ ધર્મ છે, ને તે સંવર તથા મોક્ષમાર્ગ છે.
ભેદજ્ઞાનના મહિમાપૂર્વક આચાર્યદેવ કહે છે કે–અહો! આ ભેદવિજ્ઞાનને
અચ્છિન્નધારાએ ત્યાં સુધી ભાવો કે જ્યાં સુધી પરથી ભિન્ન થઈને જ્ઞાન જ્ઞાનમાં જ
સ્થિર થઈ જાય.
* સંવરધર્મ એટલે સુખ; સુખ એટલે સ્વાનુભવ *
સંવર એટલે શાંતિનું વેદન, સુખની અનુભૂતિ. તે ભેદજ્ઞાન વડે થાય છે.
આત્માના સુખની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા ભેદજ્ઞાન વડે જીવને સંવરધર્મ થાય છે.
ભેદજ્ઞાનમાં પરભાવોથી ભિન્ન ઉપયોગસ્વરૂપ આત્માનો સ્વાનુભવ છે. સંવરનો આધાર
આત્મા પોતે આનંદભૂમિ છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે, તે સ્વરૂપમાં
આરૂઢ થતાં આનંદપૂર્વક ભેદજ્ઞાન થાય છે. તે ભેદજ્ઞાન થતાં આત્મા પોતાને સર્વદા
ઉપયોગમય અનુભવે છે ને રાગાદિ કોઈ પણ અન્ય ભાવોને પોતાના ઉપયોગ સ્વરૂપમાં
તે ભેળવતો નથી. રાગથી જુદો જ પોતાનો સ્વાદ તે લ્યે છે. પોતે ચૈતન્ય ભાવપણે
પોતાને રાખીને રાગને જુદાપણે જાણે છે. અજ્ઞાની રાગાદિના પ્રસંગમાં આપઘાત
(પોતાનો ઘાત, આત્માના સ્વભાવનો ઘાત) કરે છે,–રાગથી ભિન્ન પોતાના
જ્ઞાનસ્વભાવને ભૂલી જાય છે, ને રાગરૂપે જ પોતાને અનુભવે છે તે પરમાર્થે આત્મઘાત
છે, ધર્મી જીવ, ગમે તેવી પ્રતિકૂળતાના ગંજ આવી પડે કે જરાક આર્તધ્યાન થઈ જાય તો
પણ, જ્ઞાનસ્વરૂપપણે પોતાને તન્મયપણે વેદતો થકો, અને રાગાદિમાં જરાય તન્મયતા
નહિ અનુભવતો થકો, ચૈતન્ય–જીવનપણે પોતાને જીવતો રાખે છે, આત્મઘાત કરતો
નથી, આત્માના સ્વભાવને હણતો નથી.–તેને સંવર છે, સુખ છે, ધર્મ છે, શુદ્ધતા છે,
મોક્ષનો પંથ છે. ધર્મીની આવી નિર્વિકલ્પ અંર્ત દશાનું માપ કોઈ બહારના ચિહ્મથી–
રાગથી કે સંયોગથી થઈ શકે નહિ; વિકલ્પ વડે તેની ઓળખાણ થાય નહીં; વિકલ્પથી
ભિન્ન પડેલા ભેદજ્ઞાનથી જ તેની સાચી ઓળખાણ થાય છે, ને એને જ સ્વાનુભવના
સુખનો સ્વાદ આવે છે.