Atmadharma magazine - Ank 354
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 53

background image
: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
રાગાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યને જે અનુભવે તેને જ આત્માનો શુદ્ધ સ્વાદ આવે;
રાગ સાથે ભેળસેળવાળાને ચૈતન્યનો શુદ્ધ સ્વાદ આવે નહીં. એટલે ભેદજ્ઞાન વડે જ
શુદ્ધાત્માનો સ્વાદ આવે છે ને શુદ્ધાત્માને અનુભવનારો તે જીવ જ શુદ્ધાત્માને પ્રાપ્ત કરે
છે. શુદ્ધાત્માની પ્રાપ્તિ થતાં રાગાદિનો ને કર્મનો સંવર થઈ જાય છે.
બાપુ! તારી ચીજ ક્્યાંય બહારમાં નથી, અંદર ચૈતન્યભાવપણે તારો આત્મા
અનંત ગુણથી ગંભીર છે, તેમાં ઊંડો ઊતરતાં જે મહા આનંદનું વેદન થાય છે–તે કોઈ
અદ્ભુત અતીન્દ્રિય છે. ધર્માત્મા અંધારી ઓરડીમાં જઈને અંદર જ્ઞાનપ્રકાશથી ધ્યાનવડે
એકલો–એકલો ચૈતન્યના આનંદનો સ્વાદ લેતો હોય, ત્યાં બહારમાં તો કાંઈ નથી છતાં
આનંદ ક્્યાંથી આવ્યો? આત્મા પોતે આનંદસ્વરૂપ છે, તેમાં ડુબકી મારતાં અલૌકિક
આનંદનો સ્વાદ સાક્ષાત્ વેદાય છે.–તેમાં દુનિયાના કોઈ પદાર્થની અપેક્ષા નથી. રાગથી
ભિન્ન પડેલી જ્ઞાનની અચ્છિન્નધારા ધર્મીને કદી તૂટતી નથી; અતૂટ પ્રવાહપણે તે
પોતાને જ્ઞાનાનંદપણે જ અનુભવે છે; વિકલ્પથી છૂટી પડેલી જ્ઞાનધારા–આનંદધારા તે
ફરીને કદી કોઈ વિકલ્પ સાથે એકમેક થવાની નથી, અચ્છિન્નધારાપ્રવાહે આગળ વધીને
તે કેવળજ્ઞાન–સમુદ્રમાં ભળવાની છે.
વિકલ્પના કાળે પણ ધર્મીને જ્ઞાનધારા અખંડ વહે છે. ચિદાનંદ સમુદ્રમાંથી
ઊછળેલી જ્ઞાનધારાને કોઈ વિકલ્પો તોડી શકે નહિ. ઊછળતી આનંદધારા વિકલ્પોને
તોડતી, પરભાવોને ભિન્ન પાડતી કેવળજ્ઞાન તરફ દોડી જાય છે. આનંદના શાશ્વત
ધામમાંથી વહેતો આનંદનો ધોધ કદી સુકાય નહીં. વરસાદ ન આવે તો મોટીમોટી
નદીના પાણી સુકાય પણ શાશ્વતો સ્વયંભૂરમણ સમુદ્ર કદી સુકાય નહીં, તેમાં તેમ
શાંતિના સ્વયંભૂરમણ સમુદ્રમાં એકાગ્ર થતાં પર્યાયમાં જે આનંદમય–શાંતરસથી ભરપૂર
જ્ઞાનધારા વહેવા માંડી તે કદી સુકાય નહીં, તેની ધારા તૂટે નહીં. ઉદયભાવો તો સુકાઈ
જશે પણ ધર્મીની જ્ઞાનધારા કદી સુકાશે નહીં. અરે! આવા જ્ઞાનમય તારા તત્ત્વમાં જો
તો ખરો કેહ અંદર કેવી શાંતિ છે! શાંત–શાંત–શાંતભાવમાં ઠરી ગયેલો પિંડલો તારો
આત્મા છે, તેની સન્મુખના ભાવમાં તો જ્ઞાન ને શાંતિ જ હોય તેમાં આકુળતા કે
અજ્ઞાન ન હોય.
હે જીવ! એકવાર અંદરમાં ઊતરીને આવા આત્માને ભાવ તો ખરો.... એના
અનુભવનો સ્વાદ તો ચાખ.... તને કોઈ અપૂર્વ પરમ શાંતિ વેદાશે. શુદ્ધતાના વેદનની
સિંહગર્જના કરતો આત્મા જ્યાં જાગ્યો ત્યાં રાગાદિ ઉદયભાવો ઊભા ન રહે. જ્ઞાનની
ધારામાં ઉદયભાવનો કોઈ અંશ સમાય નહિ, જ્ઞાનધારા શુદ્ધતાથી ઉલ્લસતી થકી