વિવિધ સમાચાર
પૂ. ગુરુદેવ સોનગઢમાં સુખશાંતિમાં બિરાજી રહ્યા છે. સવારે નિયમસારમાંથી
શુદ્ધભાવ અધિકાર ઉપર, અને બપોરે સમયસારમાં નિર્જરા–અધિકાર ઉપર પ્રવચનો
દ્વારા શુદ્ધાત્માના મધુરા ગીત મુમુક્ષુઓને આત્મભાવનામાં ઝુલાવી રહ્યાં છે. સોનગઢમાં
બંધાતા ભવ્ય પરમાગમ મંદિરનું કામ ચાલી રહ્યું છે. પરમાગમોનું કોતરકામ ઝડપથી
ચાલી રહ્યું છે ને આ માસમાં (૨૨ મી એપ્રિલે) પૂરું થઈ જવાની ધારણા છે. આ
નિમિત્તે તે દિવસે પ્રવચન વગેરે પરમાગમ મંદિરમાં થશે. પરમાગમ મંદિરના શિખરોનું
ચણતર લગભગ પૂરું થયું છે; બહારના ભાગમાં આરસ લગાવવાનું કામ ચાલી રહ્યું છે.
અંદરના ભાગમાં પરમાગમ કોતરેલા આરસ લગાવવાનું ચાલુ છે, સમયસાર અને
પ્રવચનસાર તો દીવાલમાં લાગી ગયા છે, બાકીનાં પણ થોડા વખતમાં લાગી જશે.
નીચેના ભાગમાં આરસની લાદી જડવાનું કામ પણ ચાલી રહ્યું છે.
આ માસની તા. ૨૩ એપ્રિલથી શરૂ કરીને તા. ૧૪ મે સુધી ગુરુદેવનો પ્રવાસ
કાર્યક્રમ દિલ્હી–કલકત્તા–ગૌહાત્તી અને મુંબઈનો નીચે મુજબ છે:–
* તા. ૨૩ એપ્રિલ સોમવારે સવારમાં સોનગઢથી ભાવનગર થઈ મુંબઈ
પધારશે ને આખો દિવસ ત્યાં રહેશે.
* તા. ૨૪ એપ્રિલ મંગળવારે સવારમાં મુંબઈથી દિલ્હી પધારશે. દિલ્હીમાં ચાર
દિવસ તા. ૨૪ થી ૨૭ સુધી બિરાજશે.
* તા. ૨૮ શનિવારે દિલ્હીથી કલકત્તા પધારશે. ત્યાં તા. ૪ મે સુધી બિરાજશે.
ચોથી તારીખે વૈશાખ સુદ બીજ ને શુક્રવારે ગુરુદેવની ૮૪મી જન્મજયંતિનો મંગલ
ઉત્સવ કલકત્તામાં ઉજવાશે. આ પ્રસંગે લાભ લેવા કલકત્તા પધારવા માટે ત્યાંના
મુમુક્ષુમંડળ તરફથી મુમુક્ષુઓને આમંત્રણ છે.
કલકત્તાનું સરનામું નીચે મુજબ છે –
તારનું સરનામું : KUNDKUND. રમણિકલાલ વીરચંદ એન્ડ કાું.
ટેલિફોન નં. ૩૩પ૦૪૮ ૧૪, નૂરમલ લોહિયાલેન, કલકત્તા ૭
* કલકત્તામાં જન્મજયંતિ બાદ (વૈ. સુદ ત્રીજ ને શનિવાર તા. પ MAY)
ગુરુદેવ આસામપ્રદેશની રાજધાની ગૌહાતી નગરીમાં પધારશે. ત્યાં તા. પ–૬–૭ ત્રણ
દિવસ બિરાજશે. ત્યાં પધારવા માટે પણ ત્યાંના મુમુક્ષુઓ તરફથી નિમંત્રણ છે. ગૌહાતી
જવા માટે મુંબઈથી અલ્લાહાબાદ મેઈલમાં લખનૌનો ડબો લાગે છે.