: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૯
લવાજમ ચૈત્ર
ચાર રૂપિયા એપ્રિલ ૧૯૭૩
* વર્ષ: ૩૦ અંક ૬ *
________________________________________________________________
ભગવાન મહાવીર
પ્રભો! આપનો માર્ગ સુંદર છે, આપનો માર્ગ જીવંત છે.
અહો વહાલા વીરનાથ! આપનો માર્ગ એ વીર પુરુષોનો માર્ગ
છે...આપનું શાસન એ અમારા હિતને માટે છે. આપનો ઉપદેશ એ
વીતરાગતાનો જ ઉપદેશ છે....જગતના સર્વે તત્ત્વોને સાક્ષાત્ જાણીને
તેમાં સર્વોત્કૃષ્ટ ચૈતન્યતત્ત્વનો પરમ ગંભીર મહિમા આપે ભવ્યજીવોના
હૃદયમાં પ્રસિદ્ધ કર્યો છે. પ્રભો! આપનો માર્ગ જગતમાં સૌથી સુંદર છે;
આપે બતાવેલું આનંદમય ચૈતન્યતત્ત્વ જગતમાં સૌથી સુંદર છે.
વીતરાગતા વડે આપ શોભી રહ્યા છો, ને આપની વીતરાગતાને
ઓળખીને તે માર્ગે ચાલી રહેલા સાધકજીવો પણ આ જગતમાં શોભી
રહ્યા છે. તેમના દ્વારા આપનો માર્ગ જીવંત વર્તી રહ્યો છે.
પ્રભો, આપે પ્રકાશેલો આવો સુંદરમાર્ગ વીતરાગસંતોની
પરંપરાથી અમને મળ્યો. આપનો માર્ગ કુન્દકુન્દસ્વામીએ વહેતો રાખ્યો,
ને તે જ માર્ગ અમારા કહાનગુરુના પ્રતાપે આજે અમને પ્રાપ્ત થયો છે.
હજારો લાખો ભવ્ય જીવો આનંદથી આપના માર્ગને આદરી રહ્યા છે...
ધન્ય માર્ગ! આપનો માર્ગ એ આનંદનો માર્ગ છે....આપનો માર્ગ એ
સ્વાનુભૂતિનો માર્ગ છે...એ માર્ગે સાધક જીવો આનંદમય મોક્ષપુરીમાં
આવી રહ્યા છે.