Atmadharma magazine - Ank 354
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 53

background image
: ૪૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
અમે તો જિનવરનાં સંતાન..... જિનવરપંથે વિચરશું.
ગાતાં પ્રભુજીનાં ગુણગાન....... ઉજવલ આત્માને વરશું.

સંપાદકનો પત્ર–
ધર્મપ્રેમી બાલબંધુઓ! પત્ર દ્વારા આ વખતે ઘણા દિવસે મળીએ છીએ. આજના
યુવાનોમાં ને બાળકોમાં દિવસે દિવસે ધાર્મિકસંસ્કાર વધતા જાય છે તે દેખીને આનંદ
થાય છે. બંધુઓ, આપણે તો વીરનાં સંતાન છીએ. આપણા વીરપ્રભુના જન્મનો
મંગલદિવસ ચૈત્રસુદ તેરસે આવી રહ્યો છે; પ્રભુએ આત્માની આરાધનાવડે પોતાનો
અવતાર સફળ કર્યો, તેમના ઉત્તમ જીવનમાંથી આત્મહિતની પ્રેરણા લઈને આપણે પણ
આત્માની આરાધના કરીએ–તે માટે આપણે તેમના જન્મદિવસને યાદ કરીને ઊજવીએ
છીએ. હવે તો તમારી સૌની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હશે, એટલે લૌકિક ભણતરનો
બોજો ઊતરી ગયો હશે. તો હવે ભવનો બોજો પણ ઉતારી નાંખે એવા વીતરાગ–
વિજ્ઞાનનો વધુ અભ્યાસ કરવામાં ચિત્તને પરોવજો. સારા મુમુક્ષુજીવોના સંગે ધર્મચર્ચા,
ઉત્તમ જૈનસાહિત્યનું વાંચન, તીર્થંકર વગેરે મહાપુરુષોનાં જીવનચરિત્ર, આપણા તીર્થોનો
પરિચય, વગેરે દ્વારા તમારા જીવનમાં આત્મજ્ઞાન અને વૈરાગ્યના ઉત્તમ સંસ્કાર જરૂર
લેજો. એ જ ખરું લાભકારી છે. રજાના દિવસોને જ્યાંત્યાં હરવાફરવામાં કે
રમતગમતમાં વેડફી ન દેશો. આ વખતે શિક્ષણવર્ગ સોનગઢમાં ખુલવાનો નથી. પરંતુ
તમારા ગામમાં તમે સૌ વિદ્યાર્થીઓ હળીમળીને વડીલોની દોરવણીપૂર્વક ખૂબ જ હોંશથી
નવો નવો ધાર્મિક અભ્યાસ કરીને, ‘રજામાં ધર્મની મજા’ કરજો.–એ જ જીવનની સાચી
મજા છે. રજા દરમિયાન તમારી સૌની ધાર્મિક પ્રવૃત્તિ જણાવશો તો આનંદ થશે.
– જય જિનેન્દ્ર લી. તમારો ભાઈ હરિ.