: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૪૧ :
ઓળખી કાઢો–આપણા તીર્થંકર ભગવંતોને
બાળકો! આપણા ઋષભદેવથી માંડીને મહાવીર સુધીના
૨૪ તીર્થંકરોને તો તમે જાણો જ છો. તો હવે તેમાંથી નીચે
લખેલા તીર્થંકર ભગવાનને તમારે ઓળખી લેવાના છે. તે
ભગવંતોને શોધતાં તમને મજા પડશે, ને ઘણું જાણવાનું મળશે.
(૧) એવા ક્્યાં તીર્થંકર છે કે તેમનો અને તેમના પુત્રનો બંનેનો એક જ જન્મ
દિવસ હોય?
(૨) એવા કયા તીર્થંકર છે કે જેમની માસીએ તેમને આહારદાન કર્યું હોય?
(૩) એવા કયા તીર્થંકર છે કે જેમણે વર્ષીતપ કરીને પારણા વખતે હાથમાં
શેરડીનો રસ પીધો હોય?
(૪) એવા ક્યા તીર્થંકર છે કે વિદેહક્ષેત્રના તીર્થંકરે યાદ કરવાથી જેઓ વૈરાગ્ય
પામ્યા હોય?
(પ) એવા કયા તીર્થંકર છે કે જેઓ સિંહના ભવમાં સમકિત પામ્યા હોય?
(૬) એવા ક્્યાં તીર્થંકર છે કે જમનું ચિહ્ન સર્પ હોય?
(૭) એવા ક્યા તીર્થંકર છે કે જેનું ચિહ્ન ઝાડ (કલ્પવૃક્ષ) હોય?
(૮) એવા કયા તીર્થંકર છે કે જેમના બે પુત્રો સામસામા લડયા હોય?–અને પછી
મોક્ષ પામ્યા હોય?
(૯) એવા કયા તીર્થંકર છે કે જેમના પુત્રો જ તેમના ગણધર થયા હોય?
(૧૦) એવા કયા તીર્થંકર છે કે જેમને બે ઉત્તમ પુત્રી હોય?
(૧૧) એવા કયા તીર્થંકર છે કે જે ખરેખર સ્ત્રી ન હોવા છતાં અજ્ઞાનીઓ જેને
સ્ત્રી માનતા હોય?
(૧૨) એવા કયા તીર્થંકર છે કે જેઓ અષાડ સુદ છઠ્ઠે ત્રિશલા માતાની કુંખે પધાર્યા
હોય?