: ૪૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
(૧૩) એવા ક્યા તીર્થંકર છે કે જેઓ ફાગણવદ નોમે જન્મ્યા હોય?
(૧૪) એવા કયા તીર્થંકર છે કે જેમના પ્રતાપે ભારતમાં દીપાવલી પર્વ ઉજવાય છે?
(૧પ) એવા કયા તીર્થંકર છે કે જેઓ પોતે બે વખત (પૂર્વ ભવોમાં) તીર્થંકર પ્રભુના
પુત્ર થયા, ને પછી પોતે તીર્થંકર થયા! ને તેમના ભાઈ તેમના ગણધર થયા?
(૧૬) એવા કયા તીર્થંક્ર છે કે જેમના પુત્ર ચક્રવર્તી થયા હોય?
(૧૭) એવા કયા તીર્થંકર છે કે જેઓ તે ભવમાં ચક્રવર્તી પણ થયા હોય?
(૧૮) એવા કયા તીર્થંકર છે કે જેમને ૧૦૦ પુત્રો થયા હોય ને તે બધાય પુત્રો તે
જ ભવે મોક્ષ પામ્યા હોય?
(૧૯) શ્રી નેમિનાથ ભગવાન ઉપરાંત બીજા એવા કયા તીર્થંકર છે કે જેઓ લગ્ન
વખતે વૈરાગ્ય પામ્યા હોય?
(૨૦) એવા કયા તીર્થંકર છે કે જેઓ મુનિદશામાં માત્ર છ દિવસ જ રહ્યા હોય?
(૨૧) એવા કયા તીર્થંકર છે કે જેમને સૌથી વધુ (૧૧૬) ગણધરો હોય?
(૨૨) ચંદ્રપ્રભુ સિવાય બીજા એવા કયા ભગવાન છે કે જેમના શરીરનો વર્ણ સફેદ
હોય?
(૨૩) નેમનાથ ભગવાન સિવાય બીજા કયા ભગવાન એવા છે કે જેઓ શ્યામવર્ણા
હોય?
(૨૪) એવા કયા તીર્થંકર છે કે જેઓ કાશીમાં જન્મ્યા હોય?
(૨પ) એવા કયા તીર્થંક્ર છે કે જેમના નિમિત્તે બે સર્પો પણ ધર્મ પામ્યા હોય?
(૨૬) એવા કયા તીર્થંકર છે કે જેઓ સૌરાષ્ટ્ર–ગુજરાતમાં સૌથી ઊંચા સ્થાને
બિરાજતા હોય?
(૨૭) એવા કયા તીર્થંકર છે કે ભીમ વગેરે પાંડવોએ જેમનો ઉપદેશ સાંભળ્યો
હોય?
(૨૮) એવા કયા તીર્થંકર છે કે જેઓ શ્રીકૃષ્ણના સગા થતા હોય?
(૨૯) એવા કયા તીર્થંકર છે કે જેઓ સૌરાષ્ટ્રમાંથી મોક્ષ પામ્યા હોય?
(૩૦) એવા કયા તીર્થંકર છે કે જેમની સમીપે શ્રેણીકરાજા ક્ષાયિક સમકિત પામ્યા?
(જવાબો આવતા અંકે વાંચશો.)