: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૪૩ :
* પચીસ વર્ષ પહેલાંંની વાત *
આપણા બાલવિભાગ દ્વારા આજે ત્રણહજાર કરતાં વધુ સભ્યો
આનંદથી ધર્મના સંસ્કાર મેળવી રહ્યા છે. બંધુઓ, તમારામાંથી ઘણા
સભ્યોને કદાચ ખબર નહિ હોય કે આ બાલવિભાગ ક્્યારે શરૂ
થયો? તો તે સંબંધી થોડી વિગત તમને જણાવું.
* આત્મધર્મમાં બાલવિભાગની પહેલીવહેલી શરૂઆત આજથી પચીસ વર્ષ પહેલાંં,
(વીર સં. ૨૪૭૪ ના માગશર માસમાં) થઈ હતી.
* તે વખતના સંપાદક મુરબ્બીશ્રી રામજીભાઈ પોતે પણ બાલવિભાગમાં લેખો
લખતા હતા, અને બાળકોને પ્રોત્સાહન આપતા હતા.
* તે વખતે દરમહિને બાળકોને પ્રશ્ન પૂછતા, અને જવાબ લખનારને સૌને ઈનામ
પણ અપાતા, તથા તેમનાં નામો દરમહિને છપાતા હતા. તે વખતના
બાલવિભાગના સભ્યોના ઘરે આજે પણ તેમને મળેલા ઈનામના ફોટાઓ
દીવાલપર શોભી રહ્યા છે. તે વખતના બાલવિભાગના કેટલાક સભ્યોના પુત્રો
પણ આજે બાલવિભાગમાં હોંશથી ભાગ લઈ રહ્યા છે.
* જેને જાતિસ્મરણજ્ઞાન છે. તે રાજુલબાળા આજે આપણા બાલવિભાગની સભ્ય
(નં. ૬૨૮) છે.
* એ વખતની સભ્યસંખ્યા કરતાં દસગુણા સભ્યો આજે આપણા બાલવિભાગમાં
હોંશથી ભાગ લઈ રહ્યા છે; ને તેમના વડીલો તરફથી દરવર્ષે હજારો રૂપિયાની
રકમ બાલવિભાગના વિકાસ માટે આવે છે.
* આજના મોજશોખ અને સિનેમાના યુગમાં હજારો બાળકોને તે કુસંસ્કારોથી દૂર
રાખવાનું ને ધર્મમાં રસ લેતા કરવાનું સુંદર કામ બાલવિભાગ દ્વારા થઈ રહ્યું છે.
* દરેક બાળક પોતાને ‘અમે તો જિનવરનાં સંતાન’ એમ ઓળખાવતાં ગૌરવ
અનુભવે છે, ને ઘરમાં આવતું ‘આત્મધર્મ’ વાંચવાનો પહેલો હક્ક પોતાનો છે–
એમ માને છે; અને વીરપ્રભુના મોક્ષના અઢીહજાર વર્ષનો ઉત્સવ ઉજવવા
થનગની રહ્યા છે.–આવા બાલવિભાગના વિકાસ માટે આપના સલાહ–સૂચનો
તેમજ લખાણો જોડકણાં વગેરે મોકલવા હાર્દિક આમંત્રણ છે. (સં.)