Atmadharma magazine - Ank 354
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 53

background image
: ૪૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
*
વિવિધ વાનગી પીરસતા આ વિભાગમાં જિજ્ઞાસુઓ
સારો રસ લઈ રહ્યા છે. જિજ્ઞાસુઓને ઉપયોગી અવનવી
માહિતી તેમજ પ્રશ્ન–ઉત્તર આ વિભાગમાં આપવામાં આવે છે.
પ્રશ્ન: – દેવગતિના દેવોનું સરેરાશ આયુષ્ય
કેટલું?
ઉત્તર: – સરેરાશ પ્રમાણે દેવગતિના દેવોનું
આયુષ્ય સંખ્યાતા વર્ષનું થાય છે. જોકે
તેમાં કેટલાક દેવો અસંખ્ય વર્ષના
આયુષવાળા છે પરંતુ સંખ્યાત વર્ષના
આયુષવાળા દેવો ઘણા વધુ (અસંખ્યાત
ગુણા) છે; એટલે સરેરાશ ગણતરીથી
દેવોનું આયુષ્ય સંખ્યાત વર્ષ જ થાય છે.
પ્રશ્ન: – દેવ કરતાં મનુષ્યનું આયુષ્ય વધારે
હોઈ શકે?
ઉત્તર: હા; દેવોમાં મોટા ભાગના દેવો
સંખ્યાત વર્ષના જ આયુષવાળા છે (–જોકે
ઓછામાં ઓછા દશ હજાર વર્ષનું આયુષ્ય
તો ખરૂં જ.) – પરંતુ મનુષ્યોમાં જુગલિયા
મનુષ્યોનું આયુષ અસંખ્યાત વર્ષોનું હોય
છે તેમજ ઉત્તમ કાળના જીવોનું આયુષ્ય
પણ ઘણું વધારે (કરોડો–અબજો કરતાંય
વધુ વર્ષોનું) હોય છે.
પ્રશ્ન: – જીવો સ્વર્ગમાં ઝાઝા કે મોક્ષમાં?
ઉત્તર: મોક્ષમાં. (સ્વર્ગમાં અસંખ્યજીવો છે,
જ્યારે મોક્ષમાં અનંત જીવો છે, એટલે
સ્વર્ગ કરતાં અનંત ગુણા જીવો મોક્ષમાં
છે.)
પ્રશ્ન: – જીવો સ્વર્ગમાં ઝાઝા કે નરકમા
?
ઉત્તર: સ્વર્ગમાં. (જોકે સ્વર્ગ અને નરક
બંનેમાં જીવો અસંખ્યાતા છે, પરંતુ નરક
કરતાં સ્વર્ગના જીવો અસંખ્યગુણા વધુ
છે.)
પ્રશ્ન:– જીવો સ્વર્ગમાં વધુ કે મનુષ્યમાં?
ઉત્તર:– સ્વર્ગમાં.
૦૦૦ ત્રણ પ્રશ્ન:– ૦૦૦
(૧) દેવોને ચાર છે, નારકીને ચાર,
તિર્યંચોને પાંચ, મનુષ્યોને ચૌદ, પંચેન્દ્રિય
સિવાયના જીવોને એક, – એ શુ
?
(૨) જગતમાં સિદ્ધભગવાન ઝાઝા કે
મનુષ્યો ઝાઝા?
(૩) આપણે મોક્ષમાં જવું છે. તો નીચેની
દશ વસ્તુમાંથી કઈ કઈ પાંચ વસ્તુઓ
મોક્ષમાં સાથે લઈ જશું? તે પસંદ કરો
(૧) માનવદેહ, (૨) સમ્યગ્દર્શન,
(૩) પુણ્ય, (૪) શ્રુતજ્ઞાન,
(પ) તીર્થંકર પદ, (૬) કેવળજ્ઞાન,
(૭) શુભરાગ, (૮) અમૂર્તપણું,
(૯) સુખ, (૧૦) અસ્તિત્વ.