થયેલા ભાવને શરીર સાથે નિમિત્ત–નૈમિત્તક સંબંધ પણ રહ્યો નથી. માટે જેવા સિદ્ધ
અશરીરી છે તેવો જ હું અશરીરી છું–એમ ધર્મી પોતાને અનુભવે છે; એટલે તે
સમ્યગ્દષ્ટિને કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બંને શુદ્ધ છે. અહો! કારણતત્ત્વની શુદ્ધતા જેણે
જાણી તેને કાર્યમાં પણ શુદ્ધતા વર્તે છે; તેને શુદ્ધ કારણ–કાર્ય અભેદ થયા. એનામાં અને
સિદ્ધમાં કાંઈ ફેર નથી. જેમ સિદ્ધ ભગવાનની પરિણતિ શરીરાતીત–ઈંદ્રિયાતીત–
આનંદરૂપ થઈ છે તેમ સાધકની જે શુદ્ધપરિણતિ છે તે પણ શરીરાતીત–ઈંદ્રિયાતીત–
આનંદરૂપ છે. પર્યાયમાં જરાક વિકાર–અધૂરાશ હોય પણ ધર્મીની દ્રષ્ટિ તેના ઉપર નથી,
ધર્મીની દ્રષ્ટિ તો અંદરના કારણપરમાત્મામાં લીન થઈ છે; તેથી સિદ્ધમાં ને પોતામાં કાંઈ
ફેર તે દેખતો નથી. અહો, આવા સ્વભાવની દ્રષ્ટિનું કોઈ અચિત્ય સામર્થ્ય છે!
અનંતગુણની શુદ્ધી સહિત અખંડ કારણપરમાત્માને જેણે પોતામાં ઝીલ્યો છે... એ
સમ્યગ્દનની શી વાત? એને પણ અતીન્દ્રિયપણું, અશરીરપણું વગેરે જેટલા સિદ્ધપ્રભુનાં
વિશેષણ છે તે બધાય લાગુ પડે છે. અહો, આવા મારા આત્માને ભરોસામાં લઈને,
અનુભવમાં લઈને હું, મારા સિદ્ધપદને સાધી જ રહ્યો છું. અરે જીવો! આવો આત્મા સત્
છે તેને તમે ભરોસામાં તો લ્યો. અનંત તીર્થંકરોના ઉપદેશનો આ સાર છે. આવો
આત્મા જેણે અંતરના શ્રદ્ધા–જ્ઞાનમાં સ્વીકાર્યો તેણે અનંતા તીર્થંકરોના ઉપદેશનો સાર
ગ્રહણ કરી લીધો.... હવે અલ્પકાળમાં દેહવાસથી છૂટીને સાક્ષાત્ અશરીરી થઈને તે
સાદિ–અનંત સિદ્ધપદમાં બિરાજશે.
નથી ગઈ એટલે દ્રવ્ય–ગુણ અશુદ્ધ થઈ ગયા નથી.